સુરત: કોરોનામાં સરકારે જાહેર કરેલા મૃત્યુ કરતાં ત્રણ ગણા વધું મોત: કોંગ્રેસ


– ભાજપ સામેના કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની હેરાનગતિ કરવામાં આવે છે

સુરત,તા.20 સપ્ટેમ્બર 2021,સોમવાર

કોરોના કાળ દરમિયાન ગુજરાતમાં ત્રણ લાખ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તેને પોલીસના બળથી કચડી નાખવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ ના આગેવાન કદીર પીરજાદા એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકારના મુખ્યમંત્રી અને મંત્રી ઓ બદલાયા છે પરંતુ લોકોની સમસ્યા યથાવત રહી છે તેને દૂર કરવામાં ભાજપ શાસકો નિષ્ફળ નીવડયા છે. કોરોના કાળ દરમિયાન ત્રણ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે અને લાખો લોકો ને હેરાન ગતી થઈ છે કોંગ્રેસની ન્યાય યાત્રામાં અત્યાર સુધીમાં કોરોના દરમિયાન મૃત્યુ પામેલા 31850 મૃતકના પરિવારના ફોર્મ ભરવામાં આવ્યા છે. કોંગ્રેસની ન્યાય યાત્રા મૃતકના પરિવારનો સંપર્ક કરવાની કામગીરી ચાલુ છે જેમાં એક લાખથી વધુ લોકો ના ફોર્મ ભરાય તેવી શક્યતા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ છે. ભાજપની સરકાર સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે પરંતુ તેમાં ભાજપના ઇશારે પોલીસ ની મદદથી વિરોધ પ્રદર્શનને ડામી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોંગ્રેસને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી મળતી નથી આટલું જ નહીં પણ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન જાહેર કરે છે ત્યારે કાર્યકરોને ઘર થી જ પોલીસ દ્વારા ઉચકી લેવામાં આવે છે. લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરનારને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે તે નિંદનીય છે. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો જાહેર રસ્તા પર કાર્યક્રમ કરે છે તેઓને મંજૂરી આપવામાં આવે છે તે યોગ્ય નથી.

આગામી દિવસોમાં આરટીઆઈ દ્વારા આ અંગેની માહિતી ભેગી કરી રજૂઆત કરવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s