મોટા વરાછામાં મોંઢામાં ડુચો અને બંને હાથ બાંધી વૃધ્ધની ગળે ટૂંપો આપી હત્યા

– માત્ર આંતરવસ્ત્રો પહેરેલી હાલતમાં કન્હાઇ રામની લાશ મળીઃ વતન જાય તે પહેલા લૂંટના ઇરાદે પડોશી બે યુવાને કર્યાની શંકા

સુરત
મોટા વરાછાની નીચલી કોલોનીમાં ભાડેની રૂમમાં રહેતા અને કાજુ-બદામનો ધંધો કરતા છત્તીસગઢના વૃધ્ધની ગળે ટૂંપો આપી હત્યા થયેલી માત્ર આંતરવસ્ત્રો પહેરેલી અને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવતા અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ છે. પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા છે
મોટા વરાછાની નીચલી કોલોનીના પ્લોટ નં. 45 માં ભાડા રૂમના માલિક વીરજી પ્રજાપતિ ગત રોજ રાબેતા મુજબ રૂમ જોવા માટે આવ્યા હતા ત્યારે પહેલા માળે રૂમ નં. 1 માંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જેથી રૂમનું ભાડુ ઉઘરાવવાનું કામ કરતા નયન ઉર્ફે નિતીન મથુર ઠુમ્મર (ઉ.વ. 31 રહે. ઘર નં. 15, નીચલી કોલોની, તળાવ રોડ, મોટા વરાછા) ની મદદથી દરવાજાનું તાળું તોડી રૂમમાં જોતા તેમાં ભાડેથી રહેતા કન્હઇ રામ સુંદર રામ (ઉ.વ. 68 મૂળ રહે. વોર્ડ નં. 8, બોડકી, જિ. બાલોદ, છત્તીસગઢ) ની માત્ર આંતરવસ્ત્રો પહેરલી અને બંને હાથ કપડાથી બાંધેલા તથા મોંઢા પર કપડું બાંધેલી સડી ગયેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયા હતા. ઘટનાની જાણ દોડી આવેલી અમરોલી પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ત્રણથી ચાર દિવસ અગાઉ ગળે ટુંપો આપી એટલે કે શ્વાસ રૂંઢાવાથી કન્હઇનું મોત થયાનું જણાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કન્હાઇ અગાઉ પાઉડર કોટીંગનું કામ કરતો હતો. પરંતુ આ કામ છોડી છેલ્લા આઠેક મહિનાથી વતન ખાતેથી કાજુ-બદામ મંગાવી વેપાર કરતો હતો અને રૂમમાં એકલો જ રહેતો હતો. નયને પોલીસને જણાવ્યું હતું કે પાંચેક દિવસ અગાઉ કન્હઇ વતન જવાનું કહેતો હતો પરંતુ તે વતન જવા નીકળે પહેલા જ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રૂમનો સરસામાન વેરવિખેર હતો અને વતન જવા પહેલા કન્હઇ પાસે મોટી રકમ હોવાની શકયતા છે અને પડોશી બે યુવાન ભેદી સંજોગોમાં ગાયબ હોવાથી લૂંટના ઇરાદે જાણભેદુએ હત્યા કર્યાની આશંકા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s