ગુજરાત એટીએસનું મહારાષ્ટ્ર-નવાપુરમાં ઓપરેશન: પહેરવેશ, હેર સ્ટાઇલ અને અલી નામ ધારણ કરી રહેતો કુખ્યાત અશરફ નાગોરી ઝડપાયો

– તડીપાર હતો ત્યારે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા ભાગીને ધોરાજી, અજમેર અને કલક્તા ગયો, ત્રણ મહિના કલકત્તામાં રહ્યો અને નવાપુરમાં આશરો લીધો

– પરિવાર સાથે વાત કરવા કામના બહાને લોકોના ફોન પરથી વાત કરતો હતો, મસ્જિદ અને દરગાહમાં જમતો અને નજીકમાં સુઇ જતો હતો

સુરત
ગુજરાત એટીએસે મહારાષ્ટ્રના નવાપુર ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરી દેશ વિરોધી જેહાદી પ્રવૃત્તિમાં જેલવાસ ભોગવી ચુકેલા અને ગુજસીટોક હેઠળના ગુનામાં છેલ્લા નવ મહિનાથી ભાગતા ફરતા સુરત શહેરના માથાભારે અને કુખ્યાત એવા અશરફ નાગોરીને પોતાનો પહેરવેશ અને નામ બદલીને રહેતા ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ગુજરાત એટીએસના પી.આઇ સી.આર. જાદવને મળેલી બાતમીના આધારે તેમની ટીમે મહારાષ્ટ્રના નવાપુર ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરી સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક હેઠળના ગુનામાં વોન્ટેડ એવા કુખ્યાત મોહમંદ અશરફ નાગોરી મોહમંદ ઇસ્માઇનલ નાગોરી (ઉ.વ. 48 રહે. ઘર નં. 7/2149 પસ્તાગીયા શેરી, રામપુરા) ને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમને ડામવા માટે વર્ષ 2019માં રાજયના ગુજશીટોકનો નવો કાયદો અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ગેંગ ઓપરેટ કરનાર માથાભારે અને કુખ્યાત ગુનેગારો વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શહેરના રામપુરા અને સૈયદપુરા વિસ્તારમાં છેલ્લા દોઢ દાયકાથી આતંક મચાવનાર કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગના 12 વિરૂધ્ધ શહેરના લાલગેટ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે અશરફને તડીપાર હતો ત્યારે તેના વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા તે ભાગી ગયો હતો. ભાગીને પ્રથમ રાજકોટના ધોરાજી ગયો હતો અને ત્યાંથી અજમેર અને કલકત્તા ગયો હતો. જયાં તેણે પારંપારિક લેંઘો અને ઝબ્બો પહેરવાનું બંધ કરી જીન્સ અને ટી-શર્ટ અને શર્ટ પહેરવાનું શરૂ કર્યુ હતું અને હેર સ્ટાઇલ અને દાઢીમાં પણ ફેરફાર કરી નાંખ્યો હતો. જયારે નામ બદલી પોતાની ઓળખ અલી તરીકે આપતો હતો. ત્રણેક મહિના બાદ મહારાષ્ટ્રના નવાપુર ચાલ્યો ગયો હતો અને ત્યાં પણ અલી તરીકે ઓળખ આપી રહેતો હતો. પરિવાર સાથે વાત કરવા કામના બહાને અન્ય લોકોનો ફોન લઇ વાત કરતો હતો.

અશરફ બાંગ્લાદેશ ભાગી જવાની તૈયારીમાં હતો પરંતુ…
ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા તડીપાર અંતર્ગત જ ભાગી જનાર અશરફ નાગોરી ધોરાજી ગયો હતો. જયાંથી અજમેર અને ત્યાર બાદ કલક્તા ગયો હતો. જયાં ત્રણેક મહિના રોકાયો હતો. તે દરમિયાન તેણે પોતાનો પહેરવેશ અને નામ બદલીને અલીભાઇ તરીકે ઓળખ આપતો હતો. રહેવા અને જમવા માટે મસ્જિદ અને દરગાહનો ઉપયોગ કરતો હતો. કલકત્તા ખાતે ત્રણેક મહિના રોકાયો હતો તેવા સંજોગોમાં ત્યાંથી બાંગ્લાદેશની સરહદ નજીક હોવાથી સંભવત અશરફ બાંગ્લાદેશ જવાની ફિરાકમાં હોવાની આશંકા છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વર્ષ 2003માં અમદાવાદમાં જેહાદી કાવતરામાં પણ 7 વર્ષ જેલ ભોગવી હતી
રામપુરા અને સૈયદપુરા વિસ્તારમાં આતંક મચાવનાર અશરફ નાગોરી વિરૂધ્ધ શહેર પોલીસમાં બે ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે. જેમાં વર્ષ 2003 માં અમદાવાદમાં જેહાદી કાવતરામાં અશરફ સહિત 54 વિરૂધ્ધ ફરિયાદ નોંધાય હતી અને 7 વર્ષ જેલમાં રહ્યો હતો. ઉપરાંત શહેરના જાણીતા વકીલ હસમુખ લાલવાળા પર ફાયરીંગ કેસમાં પણ 7 વર્ષની જેલની સજા થઇ હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s