ગણપતિ અપને ગાંવ ચલે…બપોર સુધી સામાન્ય બાદ સાંજે વિસર્જનનો માહોલ

-કોરોના પહેલાની યાત્રા અને કોરોનામાં
નીકળેલી યાત્રામાં મોટો ફર્ક પણ ભક્તોમાં ઉત્સાહ એટલો જ દેખાયો

સુરત

રવિવારે
સવારે અમીછાંટણા વચ્ચે વિઘ્નહર્તાની શોભાયાત્રાનો આરંભ થયો હતો. સૂર્યોદય સાથે જ
શોભાયાત્રા નીકળવાનું શરૃ થયુ હતુ.  સવારે
૬.૩૦ કલાકે મૂર્તિ વિસર્જનના શ્રીગણેશ થયા હતા. જો કે બાદમા બપોર સુધી વરસાદી
છાંટણા વચ્ચે છાંટણા માફક શોભાયાત્રાઓ નીકળી હતી. મોટા ભાગના માર્ગો સામાન્ય દિવસો
માફક હતા વિસર્જનનો જેવો માહોલ જણાતો ન હતો. જો કે બપોર બાદ વિસર્જનનો માહોલ
જામ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં તો ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા.

કોરોના
પહેલાની ગણેશ વિસર્જન યાત્રા અને કોરોનામાં નીકળેલી પહેલી વિસર્જન યાત્રામાં આમ તો
મોટો ફર્ક હતો. પણ ભક્તોનો ઉત્સાહ એવો જ જોવા મળ્યો હતો. શોભાયાત્રામાં લોકો ઓછા
હતા પણ બાપ્પાના જયકારમાં કોઇ કમી ન હતી. બપોર સુધી સામાન્ય રહ્યા બાદ સાંજ પહેલા
ઉજવણીના માહોલે જાણે એકદમ રફ્તાર પકડી હતી. અચાનક આકાશમાં વાદળાઓ ચઢી આવ્યા અને
ધોધમાર વરસી પડયા એવો માહોલ સાંજ થતા જામ્યો હતો. અબીલ ગુલાલની છોળો
, લેઝિમ, ગરબા અને ડાન્સ સાથે ગણેશ ભક્તોએ વિઘ્નહર્તાને ઉત્સાહભેર વિદાય આપી હતી.
વિવિધ કૃત્રિમ તળાવો પર બપોર પછી લાઇનો લાગી હતી
, ખાસ કરીને
ડિંડોલી-નવાગામના તળાવમાં ભારે ભીડ જોવા મળી હતી. કૃત્રિમ તળાવ પર પોલીસ બંદોબસ્ત
વચ્ચે લગભગ દરેક જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયુ હતુ. શોભાયાત્રામાં ગાઇડ
લાઇન મુજબ જ લોકો જોડાયા હતા. જો કે માસ્ક બાબતે કેટલાકે છૂટછાટ જરૃર લીધી હતી.
પોલીસે અલબત્ત ધ્યાન ગયુ એટલાને સમજાવીને માસ્ક પણ પહેરાવ્યા હતા. મોડી સાંજ સુધી
વિસર્જન કામગીરી ચાલી હતી. કોરોના બાદ પહેલીવાર જાહેરમાં ઉજાણી કરીને લોકોમાં પણ
ખુબ આનંદ હતો.

કારમાં મૂર્તિ તો નથી ને? ડિંડોલી-ખરવાસા રોડ પર પોલીસનું વાહન ચેકિંગ

ગણેશ
વિસર્જન વખતે ડિંડોલીની નહેર અને ખરવાસાના તળાવમાં મોટી સંખ્યામાં મૂર્તિઓનું
વિસર્જન થતુ હતુ. ખાસ કરીને નહેરમાં લોકો મૂર્તિ પધરાવી જતા
, જે બીજા દિવસે રઝળતી
હાલતમાં મળી આવતી હોવાથી ભક્તોની લાગણી દુભાતી હતી. જેને પગલે આ વર્ષે આ જગ્યાએ
ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નહેરનાં મધુરમ સર્કલ પાસે પોલીસ ચેકિંગ સાથે
ખરવાસા પહેલા પણ પોલીસ ચેકિંગ કરી રહી હતી કે વાહનમાં મૂર્તિ તો નથી લઇ જવાઇ રહીને
?
ડિંડોલીમાં નહેર, સણિયા કણદેના તળાવ અને
ખરવાસામાં જે-જે પોઇન્ટ પર વિસર્જન થઇ શકે એ તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી
દેવાયો હતો.

પાણી-શરબત-નાસ્તાના સ્ટોલને
લોકોએ મીસ કર્યા

<

p class=”12News”>સામાન્ય
સ્થિતિમાં ગણેશ વિસર્જનયાત્રામાં માર્ગો પર અનેક જગ્યાએ પાણી
, શરબત, છાશ અને અનેક પ્રકારના નાસ્તાના સ્ટોલ લાગેલા રહેતા. અને ગણેશ ભક્તોને ફ્રીમાં
સેવા અપાતી હતી. આ વર્ષે આ સ્ટોલ જોવા મળ્યા ન હતા. તળાવ આસપાસ પણ મેળા જેવો માહોલ
હોય છે. એ માહોલ તો આજે પણ હતો પણ એટલો ભપકાદાર નહી હતો. છતાં જે માહોલ હતો એ જોઇને
સુરત ફરીથી દોડતુ થઇ ગયુ હોય એવો અહેસાસ ચોક્કસ થતો હતો. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s