કોસાડમાં ઘરમાં આગ : યુવાનના વાળ દાઝ્યા તો પરિવારનો બચાવ

ગેસ
લીકેજ બાદ આગ લાગતા બચતના રોકડા
20થી 25 હજાર, કપડા, ઘરવખરી સહિતની વસ્તુઓ બળી ગઈ

         સુરત :

 અમરોલીના કોસાડ આવાસમાં આજે સવારે પાણીપુરીનો
સામાન તૈયાર કરતી વખતે ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. જેમાં યુવાનના  વાળમાં આગની ઝાળ લાગી હતી. જો  યુવાનનો પરિવાર બહાર દોડ ી જતાં બચી ગયો હતો.

 ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કોસાડના
એસ.એમ.સી .આવાસમાં રહેતા ૩૯ વર્ષનો બિંદ નારાયણ બાલકૃષ્ણ પાલ પાણીપુરીનું વેચાણ
કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે ઘરમાં ગેસના ચૂલા પર પાણીપુરીનો સામાન
તૈયારી કરી રહ્યા હતા તે વખતે ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગની ઝાળ તેના
વાળમાં લાગી હતી. જોકે
, સદનસીબે તે અને તેમની પત્ની સહિતના પરિવારના સભ્યો ઘરની બહાર દોડી જતા બચી
ગયા હતા. આગના લીધે ધુમાડો બાજુના ઘરમાં પણ ગયો હતો. આ અંગે ફાયર ઓફિસર પ્રિતેશ
પટેલ ફાયર જવાનો સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા. અને  પાણીનો છંટકાવ શરૃ કર્યો હતો. બાજુના ઘરમાં
ધુમાડો થયો હોવાથી કુલીંગની કામગીરી કરી હતી. અડધો કલાકમા આગ પર કાબુ મેળવ્યો હતો.
આગનાં લીધે તેમની બચતના
20 થી 25 હજાર
રોકડા રૃપિયા
, ટી.વી, કપડા, ઘરવખરી સહિતની ચીજવસ્તુઓ બળી ગઇ હતી. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ ન
હોવાનું ફાયર સુત્રોએ કહ્યુ હતુ.

  – મોબાઇલ બળી જતા પડોશીના ફોનથી ફાયરને કોલ કર્યો

<

p class=”12News”>આગમાં
ઘરવખરી સાથે બે મોબાઇલ પણ બળી ગયા હતા. જેથી આગ માટે ફાયર બ્રિગેડને કોલ માટે બીંદ
નારાયણ પાસે મોબાઈલ ફોન ન હતો. જેના કારણે તેમણે પડોશમાં રહેતા અજિતભાઇના મોબાઇલ
પરથી ફાયરને  ફોન કરીને જાણ કરી હતી.  બાદમાં ફાયર બ્રિગેડે આવીને કામગીરી કરી હતી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s