12 વર્ષીય તરૃણીની છેડતી કરનાર આરોપી જીતુ સરને પાંચ વર્ષની કેદ


સુરત

ભોગ બનનાર તરૃણીના શર્ટના બટન ખોલીને અડપલાં કરનાર આરોપી શિક્ષકની સામે પોક્સો એક્ટના ભંગનો ગુનો ફરિયાદપક્ષે નિઃશકપણે સાબિત કર્યો

બે
વર્ષ પહેલાં ધો.4માં અભ્યાસ કરતી 12 વર્ષીય તરૃણીની પરિક્ષા દરમિયાન ચેકીંગના
બહાને શારીરિક છેડછાડ કરી અડપલાં કરનાર આરોપી શિક્ષકને આજે પોક્સો કેસોની ખાસ
અદાલતે દોષી પોક્સો એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી પાંચ વર્ષની કેદ
,રૃ.10 હજાર દંડ તથા દંડ
ન ભરે તો વધુ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

સલાબતપુરા
પોલીસ મથકની હદમાં આવેલી શાળામાં ધો.૪માં અભ્યાસ કરતી 12 વર્ષીય  તરૃણીની ફરિયાદી માતાએ વર્ષ-2019માં પરિક્ષા દરમિયાન
ચેકીંગના બહાને પોતાની પુત્રી સાથે શારીરિક છેડતી કરવા બદલ મૂળ મહેસાણા વીસનગરના વતની
આરોપી શિક્ષક જીતેન્દ્રકુમાર વિષ્ણું લિંબાચીયા (રે.મનોજ નગર સોસાયટી
,પાલનપુર જકાતનાકા) વિરુધ્ધ
સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ પરિક્ષા બાદ વેકેશન પુરુ થતાં સ્કુલના
પહેલાં જ દિવસે પુસ્તકો તથા નોટબુક લેવા જવાની માતાને ના પાડનાર તરૃણીએ સ્કુલે જવાની
ના પાડી હતી.જેથી કંઈક અજુગતું બન્યું હોવાની આશંકાના આધારે ફરિયાદી માતાએ પુછપરછ કરતાં
તરૃણીએ જણાવ્યું હતું કે તા.27તથા 28મી માર્ચ 2019ના રોજ પરીક્ષાના દિવસે જીતુ સર
ક્લાસમાં ચેકીંગમાં આવ્યા હતા.જે દરમિયાન પેપર લખતી ભોગ બનનાર તરૃણીની બેન્ચ પર બેસી
તેનું નામ અને માતા પિતાનું નામ પુછવાના બહાને પીઠ પર હાથ ફેરવ્યો હતો.ત્યારબાદ શર્ટના
બટન ખોલીને અંદર હાથ નાખીને અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતુ.

જેથી
ફરિયાદી માતાએ સામાજિક કાર્યકર્તા તથા અન્ય વાલીઓ સાથે પ્રિન્સીપાલને  આ અંગે જાણ કરતાં આરોપી શિક્ષક જીતેન્દ્રકુમાર
લિંબાચીયા વિરુધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.આજરોજ પોક્સો એક્ટના ભંગની કેસ
કાર્યવાહીની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે એપીપી કિશોર
રેવાલીયાએ આરોપી શિક્ષક વિરુધ્ધના કેસને નિઃશકપણે સાબિત કરતાં કોર્ટે આરોપીને
પોક્સો એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી હતી.જો કે
આરોપી શિક્ષકે સજાના હુકમ સામે અપીલમાં જવાની તજવીજ હાથ ધરી જામીન માંગતાં કોર્ટે
સરકારપક્ષની રજૂઆતોને ધ્યાને લઈ આરોપીને જામીનની માંગને નકારી કાઢી હોવાનું સરકારી
વકીલ તરફથી જાણવા મળ્યું છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s