11.28 લાખની દારૂની 9384 બોટલો ખુલ્લામાં પડી રહી પણ કોઈને ગંધ ન આવી


– સુરતના સીમાડા વિસ્તારમાં વેલકમ કંપાઉન્ડમાં

– કુખ્યાત બુટલેગર મનીષ રૈયાણીનો દારૂની બાજુમાં ઉભેલી ગાડીના દરવાજા ખુલ્લા હતા, ઇગ્નીશનમાં ચાવી પણ લગાડેલી હતી

સુરત, : સુરત શહેર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરીમાં મોટું નામ ગણાતો કુખ્યાત બુટલેગર મનીષ રૈયાણી સુરતના સીમાડા વિસ્તારમાં રૂ.11.28 લાખની મત્તાની દારૂની 9384 બોટલો અને એકસયુવી મૂકી ગયો છતાં પોલીસને જાણ સુધ્ધાં થઈ નહોતી. ક્રાઈમ બ્રાન્ચે સરથાણા પોલીસ સાથે મળી વેલકમ કંપાઉન્ડના ખુલ્લા પ્લોટમાંથી દારૂ સાથે નધણિયાતી કાર કબજે કરી મનીષ રૈયાણી અને તેના ત્રણ સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સરથાણા પોલીસ સાથે મળી આજે મળસ્કે સીમાડા બીઆરટીએસ વેલકમ કંપાઉન્ડમાં શોપ નં.28 ના ખુલ્લા પ્લોટમાં તપાસ કરતા ત્યાં પૂઠાંના બોક્ષમાં મુકેલો દારૂનો મોટો જથ્થો અને નજીકમાં પાર્ક કરેલી એકસયુવી ( નં.જીજે-05-જેબી-4997 ) નધણિયાતી મળી હતી. પોલીસે આજુબાજુ તપાસ કરતા કોઈ મળ્યું નહોતું. એકસયુવીના દરવાજા પણ ખુલ્લા હતા અને ચાવી પણ ઇગ્નીશનમાં જ હતી. પોલીસે રૂ.11.28 લાખની કિંમતની દારૂ અને બિયરની 9384 બોટલ અને ટીન તેમજ રૂ.5 લાખની કિંમતની એકસયુવી મળી કુલ રૂ.16.28 લાખનો મુદ્દામાલ કબજે કરી બાતમી મુજબ ગણેશોત્સવ માટે દારૂ લાવનાર કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે રૈયારાજ રમેશભાઈ રૈયાણી ( રહે.સી/2, 102, શ્રી રેસિડન્સી, યોગીચોક, વરાછા, સુરત. મૂળ રહે.પીયાવા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) અને તેના ત્રણ સાગરીતો ક્રિષ્ણનંદન ઉર્ફે ભૂકંપ શાહુ, કાનો અને પંકજને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરીમાં મોટું નામ ગણાતા કુખ્યાત બુટલેગર મનીષ રૈયાણી વિરુદ્ધ 11 ગુના નોંધાયા છે. તે સાગરીતો સાથે સુરતના સીમાડા વિસ્તારમાં રૂ.11.28 લાખની મત્તાની દારૂની 9384 બોટલો અને એકસયુવી મૂકી ગયો છતાં પોલીસને જાણ સુધ્ધાં નહીં થઈ તે આશ્ચર્ય પમાડે તેવું છે. જો ક્રાઈમ બ્રાન્ચને તેનો દારૂ છે તેવી બાતમી મેળવી શકતી હોય તો તે મોટી માત્રામાં દારૂ મૂકી જાય તેની બાતમી કેમ મળતી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચમાં જ તેની એક વહીવટદાર સાથે ગોઠવણ હોય તે પકડાતો નથી. આ વહીવટદાર અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s