સરકારી અનાજ ઘઉ-ચોખા સહિત રૃા.50 હજારનો મુદ્દામાલ સિઝડ્

– મામલતદાર દ્વારા દરોડા દરમ્યાન અનાજ ખાનગી બારદાનમાં ભર્યુ
હોવાથી જરૃરી પુરાવા માંગતા નહીં આપી શકતા કાર્યવાહી

    સુરત

સરકારી
વ્યાજબી ભાવની દુકાન સાથે જ પ્રોવિઝનલ સ્ટોર ચલાવનાર ડભોલી રોડના પરવાનેદાર દ્વારા
સરકારી અનાજની ગુણોમાં હેરાફેરી કરી અનાજ કૌૈભાડ આચરતુ હોવાની ઉઠેલી ફરિયાદના આધારે
મામલતદાર દ્વારા દરોડા પાડીને રંગેહાથ ઝડપી પાડયા બાદ જરૃરી ખુલાસા નહીં કરતા ઘઉ અને
ચોખાના ૮૫ કટ્ટા સહિત અડધા લાખનો મુદ્દામાલ સિઝડ્ કર્યો હતો.

ડભોલી
રોડ પર આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો ધરાવતો બાબુ નાગર પટેલ દુકાનની
સાથે જ પ્રોવિઝનલ સ્ટોર ચલાવે છે. અને જે પણ સરકારી અનાજ આવે છે. તે અનાજ સરકારી
બારદાનના બદલે ખાનગી બારદાનમાં ભરીને અનાજ સગેવગે કરી કૌભાડ થતુ હોવાની સ્થાનિકોએ
ફરિયાદ કરતા સૌ પ્રથમ પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ કતારગામ મામલતદાર પાર્થ
ગોસ્વામી ટીમ સાથે દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન સરકારી બારદાનના બદલે ખાનગી
કંપનીના બારદાનમાં ચોખા
, ઘઉના કટ્ટા ભરેલા નજરે પડતા પુછપરછમાં સરકારી બારદાન ફાટી ગયા હોવાથી
અન્યત્રમાં ભર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. તે અંગે બારદાન કયાંથી લાવ્યા
?
તે અંગેનું બિલ માંગતા કોઇ પુરાવા રજુ નહીં કરી શકયા ના હતા. આથી ૮૫
જેટલા ખાનગી બારદાનમાં ભરેલા ૪૦૫૦ કિલો ઘઉ
, ચોખા, ૪૦૫ લિટર વધારાનું તેલ, ૩૧ કિલો દાળનો જથ્થો મળીને
કુલ્લે અડધો લાખનો મુદ્વામાલ સિઝડ્ કરાયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ બાબુ પટેલ
ફેર પ્રાઇઝ એસોસીએશનનો પ્રમુખ પણ છે. અને અગાઉ પોલીસ કેસ પણ થઇ ચૂકયો હોવાનું
જાણવા મળ્યુ છે.

<

p class=”MsoNormal”>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s