યાર્ન ખરીદી પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ


સુરત

આરોપી કોર્ટમાં ગેરહાજર રહેતા વોરંટ ઈસ્યુ કરી સક્ષમ અધિકારીને બજવણી કરવા કોર્ટનો નિર્દેશ

રૃ.32.18 લાખની ઉધાર યાર્નની ખરીદીના પેમેન્ટ પેટે આપેલા જુદી જુદી રકમના ચાર ચેક રીટર્નના
કેસમાં સંડોવાયેલા આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે દોષી
ઠેરવી બે વર્ષની સાદી કેદ
,
ફરિયાદીની નકારાયેલા ચેકની લેણી રકમ 30 દિવસમાં વળતર પેટે ચુકવવા
નિર્દેશ આપ્યો છે.જો આરોપી વળતર ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ભોગવવા કોર્ટે
નિર્દેશ આપ્યો છે.

સલાબતપુરા
વિસ્તારમાં રોયલ ટ્રેડીંગ ટાવરમાં શાંતિ રેયોન ઈન્ડીયા પ્રા.લિ.ના નામે યાર્નન વેચાણના
ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી સંચાલક શૈલેશ બાબુલાલ જૈને ઓક્ટોબર-2011 માં ઝાંપાબજાર
ખાતે સુપર યાર્ન માર્કેટમાં આવેલી શ્રી સાંઈ એજન્સીના આરોપી સંચાલક ધર્મેશ જરીવાલાને
રૃ.32.18લાખની કિંમતના ઉધાર યાર્નનો જથ્થો વેચાણ આપ્યો હતો. જેના પેમેન્ટ પેટે આરોપીએ
જુદી-જુદી રકમના ચાર ચેક લખી આપ્યા હતા. પરંતુ ફરિયાદીએ બેંકમાં ચેક વટાવવા નાખતા અપુરતા
ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી ફરિયાદી શૈલેશ જૈને આપેલી નોટિસનો આરોપીએ સંતોષકારક
જવાબ ન આપતાં ચેક રીટર્ન અંગે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે
આરોપીના નકારાયેલા ચેક પોતાના કાયદેસરના લેણાં પેટે હોવાનું નિઃશકપણે પુરવાર કરતાં
કોર્ટે આરોપી ધર્મેશ જરીવાલાને દોષી ઠેરવી આ કેદ અને દંડની સજા ફટકારી હતી. કોર્ટે
આરોપીની ગેરહાજરીની નોંધ લઈ આરોપી વિરુધ્ધ વોરંટ ઈસ્યુ કરીને તેની સક્ષમ અધિકારી મારફતે
બજવણી કરવા નિર્દેશ આપ્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s