સુરત: આજે વિશ્વ વાંસ દિવસ..સુરત અને તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં વન વિભાગ દ્વારા હજારો હેકટરમાં વાંસ ઉગાડવામાં આવે છે

સુરત,તા.18 સપ્ટેમ્બર 2021,શનિવાર

લોકોમાં વાંસના ફાયદાઓ અને તેના ઉપયોગ વિશે જાણકારી મળે તે હેતુસર 18 મી સપ્ટેમ્બરને વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુરત અને તાપી જિલ્લામાં છેલ્લા 3 થી 4 વર્ષમાં હજારો હેકટર જમીનમાં મોટા પ્રમાણમાં વાંસ ઉગાડવામાં આવ્યા છે. સુરત અને તાપીના જિલ્લાના ગામડાઓમાં રહેતા કોટવાડિયા સમાજના લોકો આજે પણ વાંસ આધારિત વસ્તુઓનું વેચાણ કરીને ગુજરાન ચલાવે છે.

દક્ષિણ ગુજરાત આવેલા જંગલોમાં મોટા પ્રમાણમાં વાંસના ઝાડો આવેલા છે. ખાસ કરીને આ વાંસમાંથી આદિવાસી સમાજના લોકોની રોજીરોટી ચાલતી હોય છે. સુરત જિલ્લામાં વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 3000 હેકટરમાં 6 લાખ જેટલા વાંસ ઉગાડવામાં આવ્યા છે. આ અંગે સુરત જિલ્લા વન અધિકારી પુનિત નેયર કહે છે કે છેલ્લા પાંચ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ત્રણ હજાર હેક્ટરમાં બામ્બુ પ્લાન્ટેશન કરવામાં આવ્યા છે. જેમાં બે પ્રકારનાં બામ્બુ આવતા હોય છે. કાટ્સ અને માનવેલ આ બે બામ્બુના પ્રકાર છે. દરવર્ષે સુરત જિલ્લામાં બામ્બુનું પ્રમાણ વધે તે માટે પ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે.

તેવી જ રીતે તાપી જિલ્લામાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં 945 હેક્ટરમાં વાંસનું વાવેતર કરવામાં આવ્યું છે .જેમાં 35 હેક્ટર રેવેન્યુ જમીનમાં બામ્બુનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા અધિકારી આનંદ કુમાર કહે છે કે તાપી જિલ્લામાં 46 ગામડાઓમાં એવા છે જ્યાં કોટવાળીયા સમાજના 2171 પરિવારો રહે છે .જે પીટીજી અંતર્ગત આવે છે .આ પરિવારો એવા પરિવારો છે કે જેમની પાસે કોઈ પણ પ્રકારની જમીન નથી.અને આ લોકો માત્ર ને માત્ર વાંસ માંથી વિવિધ વસ્તુઓ બનાવીને વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ લોકો વનવિભાગ દ્વારા ઉગાડવામાં આવતા વાંસમાંથી વસ્તુઓ બનાવે છે. તે વસ્તુઓના વેચાણ માટે વનવિભાગ દ્વારા તેમને મદદ કરવામાં આવે છે. ખાસ કરીને તેઓ માટે અલગથી રૂરલ મોલ પણ બનાવી આપવામાં આવ્યો છે. જ્યાં તેમનાં દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.

કોટવાડીયા સમાજ દ્વારા વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવેલ વસ્તુઓ આજે ભારતભરમાં વેચાઈ છે. નેશનલ બામ્બુ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી 22 કલ્સટરોની પસંદગી કરવામાં આવી હતી. જેમને બામ્બુ આધારિત રોજગારી આપવામાં આવશે. સાથે જ તેઓ ડેવલોપમેન્ટ કરીને મદદ પણ કરવામાં આવશે. આ 22 ક્લસ્ટરમાંથી સમગ્ર ગુજરાતમાંથી માત્ર સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ વીસડાલિયા ક્લસ્ટરની પસંદગી કરવામાં આવી છે. આજે વીસડાલિયામાં બનતી પ્રોડક્ટ ભારતભરમાં જાય છે. અને વિદેશોમાં પણ તેની ડિમાન્ડ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s