સુરતથી 40-50 કિ.મી દુર ટેક્સટાઇલ પાર્ક બનાવો, ઉદ્યોગકારોને જમીનો સસ્તી મળશે

-સચીન
સેઝની જમીનો ઓછા ભાવે ઉપલબ્ધ થાય તો સરકારની
13 જેટલી યોજનાનો ઉદ્યોગકારોને લાભ મળી શકશે

        સુરત

સુરત
શહેરના ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારો સાથે યોજાયેલાં સંવાદ કાર્યક્રમમાં ટેક્સટાઈલ મંત્રી
પિયુષ ગોયેલે પીઆઇએલ (પ્રોજેકટ ઇન્ટેન્સિવ લીંક) સ્કીમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. યોજનામાં
રુ.
100 કરોડના રોકાણની જે જોગવાઈ છે, તેમાં મોટા ઉદ્યોગો સ્થપાય
તથા સારી મશીનરીને કારણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવાનો છે.

આ સ્કીમ
બનાવતા પહેલા ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આમાં રોકાણની મર્યાદા બાબતે
ઉદ્યોગકારોને તેમણે
2-4 જણા મળીને એકમો સ્થાપવા માટે સહકારી ધોરણે આગળ વધવા સૂચન કર્યું હતું.
ટેક્સટાઇલ ઉદ્યોગનો ગ્રોથ ખૂબ જ સારો છે. ટેકસટાઇલમાં ભારતની નિકાસ માટે જે ટાર્ગેટ
નક્કી કરવામાં આવ્યો છે
, તે આપણે સૌ ભેગા મળીને હાંસલ કરી
શકીશું. સુરતમાં ટેક્સટાઇલ પાર્ક બનશે તો સૌથી વધુ ખુશી થશે. પરંતુ તેમણે એવું
સૂચન કર્યું હતું કે
, સુરતથી 40-50
કિ.મી. દૂર આ પાર્ક ઊભો કરવામાં આવે. ઉદ્યોગકારોને જમીન પણ સસ્તી મળશે અને સ્કીમ
અંતર્ગત ટાયર-
3 તથા 4 અંતર્ગતના જે કંઈ
લાભો છે
, તેનો પણ ફાયદો મળી શકશે.

ટેકનોલોજી
અપગ્રેડેશન ફંડ (ટફ) સ્કીમનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે
, આમાં હવે પહેલાં કરતાં
વધુ સરળીકરણ કરવામાં આવ્યું છે. આ અગાઉ સ્કીમમાં ઘણું ખોટું થયું છે અને તે
રોકવાની જવાબદારી પણ સરકારની છે. ટફનો જે કંઈ પૈસો છે તે તમારા લોકોનો જ છે.  સ્પેશિયલ ઇકોનોમી ઝોન (સેઝ)માં ખાલી પડેલી
જમીનોને ડી-નોટિફિકેશન માટે ઉદ્યોગકાર તરફથી કરવામાં આવેલી રજૂઆતના મુદ્દે તેમણે
કહ્યું કે અમે નવી પોલિસી વધુ સરળીકરણ કરવા અને ડી-નોટિફિકેશન બધું સરળ તથા
આસાનીથી થઈ જાય તે માટે કરી રહ્યા છીએ. અત્યારે નવી પોલિસી બનવા સુધી દરખાસ્તોને
રોકી રાખવામાં આવી છે.

દરખાસ્તને
નિર્ણય સુધી લઈ જઈશું. સચિન સેઝમાં જે જમીન પડી છે
, તે સૌને ઉદ્યોગકારોને કામ આવી શકે એમ છે.
આ જમીન ઓછાં ભાવે ઉપલબ્ધ થઈ શકે તો
, અમારી 13 જેટલી યોજનાનો લાભ પણ ઉદ્યોગકારો લઇ શકશે, એમ એમ
તેમણે ઉદ્યોગકારોને પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળ્યા પછી જવાબ આપતાં જણાવ્યું હતું.
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s