પતિ સાથે રકઝક બાદ અમરોલી અને ચોકબજારમાં બે મહિલાનો આપઘાત


– સુરતમાં ચાર વ્યક્તિના આપઘાત

– ડીંડોલીમાં  પુત્રએ દારૃ નહી પીવાનું
કહેતા પિતાએ  અને પાંડેસરામાં માનસિક
બિમારીના લીધે યુવાને આપઘાત કર્યો

     સુરત :

પતિ સાથે રકઝક બાદ અમરોલી અને  ચોકબજારમાં 
બે મહિલાએ  જયારે ડીંડોલીમાં  દારૃ નહી પીવા માટે પુત્રએ  સમજાવ્યા બાદ પિતાએ પાંડેસરામાં માનસિક
બિમારીના લીધે યુવાને ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના કોસાડ આવાસમાં
રહેતી પ્રણિતા સુનીલ પંડિતો ગુરૃવારે રાતે 
ફાંસો ખાઇ લીધો હતો.  તેનો પતિ તેની
બે પુત્રી સાથે  ઘર નજીક ગણપતિ દાદાની આરતીમાંથી
ઘરે પરત ફર્યો ત્યારે પ્રણિતા પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો  ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે કહ્યુ કે પ્રણિતાનાં
પતિ બી.આર.ટી.એસ બસના ડ્રાઇવર છે. તેના પતિએ 
બીજા લગ્ન કર્યા  હતા. પત્ની સાથે અવાર
નવાર ઝઘડો ચાલતો  હતો. આ સંજોગોમાં તેણે આ પગલુ
ભર્યુ હોવાની શકયતા છે. આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ઘરી છે. બીજા બનવામાં ચોકબજારમાં
ઉદયનગરમાં રહેતી ૨૮ વર્ષીય શોભના ધનશ્યામભાઇ ઝાપડીયા ગત તા.૧૫મી સાંજે ઘરે ઝેરી દવા
પી જતા સાવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં ગત રાતે મોતને ભેટી હતી.
પોલીસે કહ્યુ કે શોભનાનો પતિ સાથે ઝઘડો થયો હતો. જેમાં તેને માંઠુ લાગી જતા પગલુ ભર્યુ
હોવાની શકયતા છે. તેને બે સંતાન છે. તે અને તેનો પતિ હીરાનું કામ કરે છે. ચોબજાર પોલીસે
તપાસ હાથ ઘરી છે.

<

p class=”MsoNormal” style=”text-align:left;margin-bottom:.0001pt;text-indent:14.15pt;line-height:12.1pt;”>ત્રીજા બનાવમાં ડીંડોલીના નવાગામમાં  શિવ હિરા નગરમાં રહેતા ૪૫ વર્ષીય જગદીશભાઇ
મોહનભાઇ નાયકે ગુરૃવારે રાતે ઘરે  છતના
લોખંડની એંગલ સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. પોલીસે
કહ્યુ કે જગદીશભાઇ દોઢ માસ પહેલા વતન ઓરીસ્સાથી સુરત ખાતે પુત્ર સંગ્રામને ત્યાં
આવ્યા હતા. જગદીશભાઇને  દારૃ પીવાની કુટેવ
હતી. તેથી તેમને પુત્ર દારૃ નહી પીવા સમજાવતો હતો. તેથી તેમને માંઠુ લાગી આવતા આ
પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તે મજુરી કામ કરતા હતા. તેના પુત્ર એમ્બ્રોઇડરી
ખાતામાં કામ કરે છે. ડીંડોલી પોલીસે તપાસ આદરી છે. ચોથા બનાવમાં પાંડેસરામાં
નાગસેનનગરમાં રહેતો ૨૨ વર્ષીય દેવા રૃપચંદ વાલ્યકરે ગત બપોરે ઘરમાં માનસિક
બિમારીના લીધે લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી. તે
મજુરી કામ કરતો હતો. પાંડેસરા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s