જન્મ વખતે નહી રડેલી અને ઓછુ વજન ધરાવતી બાળકીને 55 દિવસે ડિસ્ચાર્જ મળ્યો

– બાળકીને સતત ખેંચ પણ આવતી હતીઃ સિવિલમાં બાળકીને 22
દિવસ વેન્ટિલેટર
, 20 દિવસ ઓક્સિજન પર રખાઇ

        સુરત :

 નવસારીની પરિણીતાની ૫૫ દિવસ પહેલા પ્રસૂતિ
દરમિયાન જન્મ બાદ બાળકી રડી ન હતી અને બાળકીનું વજન પણ ઓછું હતું.  બાળકીની હાલત ગંભીર થતા નવી સિવિલ હોસ્પિટલમાં  બાળકો વિભાગના ડોક્ટરોની ટીમે બાળકીને
22 દિવસ વેન્ટિલેટર અને 20 દિવસ ઓક્સિજન પર  રાખીને  આજે 55 દિવસે રજા આપી
હતી.

નવસારીના
ગણદેવીના ધનુરીગામમાં રહેતી
21 વર્ષીય તેજલ આકાશ હળપતિને 55 દિવસ પહેલા પ્રસૃતિની
પીડા થતા સારવાર માટે સુરત નવી સિવિલમાં ખસેડાઇ હતી. ત્યાં તેણે ઓછા વજન સાથે
નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. બાળકી જન્મ વખતે જરા પણ રડી ન હતી. જોકે જન્મતા
સમયે નહીં રડે તો નવજાત શિશુને હૃદય
, કિડની, મગજ, ફેફસા સહિતની તકલીફ  થઈ શકે છે. તે વખતે અચાનક બાળકીને સતત ખેંચ શરૃ
થઇ જતા ડોકટરો ટેન્શનમાં આવી ગયા હતા. આવા સમયે બાળકો વિભાગના ડોકટરોએ બાળકીને
ત્રણ અલગ અલગ દવા આપતા ખેંચ બંધ થઇ હતી. બાદમાં બાળકીને એન.આઇ.સી.યુમાં વેન્ટીલેટર
પર રાખવામાં  આવી હતી. બાળકીના ફેફસા નબળા
હતા અને શ્વાસ લેવામાં તકલીફ હતી. જેથી ડોકટરોએ તેને સ્ટીરોઇડની દવા આપી હતી.
બાદમાં વિવિધ એન્ટીબાયોટીક દવા પણ આપી હતી. એવુ ડો.આદિત્યએ જણાવ્યુ હતુ. બાળકીને
22 દિવસ વેન્ટીલેટર પર રાખ્યા બાદ 20 દિવસ ઓકસીજન પર
રાખવામાં આવી હતી. બાળકો વિભાગના વડા. ડો.સંગીતાબેન ત્રિવેદી તથા ડો.પન્ના પટેલ
,
ડો.આદિત્ય ભટ્ટ સહિતના ડોકટરોની ટીમની કામગીરીથી તબિયતમાં સુધારો
આવતા આજે સવારે ૫૫ દિવસ બાદ બાળકીને નવી સિવિલમાંથી રજા આપવામાં  આવી હતી. જોકે આ સારવારનો પ્રાઇવેટ હોસ્પિટલમાં
પાંચ થી સાડા પાંચ લાખ ખર્ચ થાય  પણ
સિવિલમાં જનની શિશુ સુરક્ષા યોજના હેઠળ તેને વિનામુલ્યે સારવાર આપાય છે.

– વ્યારાની
મહિલાનાં બાળકની પણ ઓછા વજનના કારણે સિવિલમાં સારવાર ચાલે છે

<

p class=”12News”>
સાથે વ્યારામાં રહેતી
20 વર્ષીય ભારતી કાથુડને 36 દિવસ પહેલા અધુરા માસે
સ્થાનિક હોસ્પિટલમાં પ્રસૃતિ થતા જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. બંને બાળકોનું
વજન ખુબજ ઓછુ હતુ. જેમાં એકનું ત્યાં મોત થયુ હતુ.  એક બાળકીને વધુ સારવાર માટે નવી સિવિલમાં
એન.આઇ.સી.યુમાં દાખલ કરી છે.જોકે બાળકીનુ હૃદય બરાબર ધબકતુ કરવાની ડોકટરોએ દવા આપી
હતી. તેને બે દિવસ વેન્ટીલેટર મુક્યા બાદ
12 દિવસ ઓકસીજન પર
મુકવામાં આવ્યુ હતુ. તેને
21 દિવસ ઇન્ફેકશન અંગેની દવા આપી
હતી.  આ સાથે તેને કાંગારૃ થેરાપી આપીને
સારવાર અપાઇ હતી. હાલમાં બાળકીની તબિયતમાં સુધારો આવતા આગામી દિવસમાં રજાઅપાશે.એવુ
ડોકટરે કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s