આ કેવી ગણેશભક્તિ? મૂર્તિઓને ગંદી ખાડી અને નહેરમાં કોણ વિસર્જન કરે ?

-ગણેશ વિસર્જન
બાદ શહેરમાં દર વર્ષે 4000 જેટલી મૂર્તિઓ રઝળતી મળે છે

-શ્રીજીના અપમાનનું દર વર્ષનું
ન્યુસન્સ ક્યારે દૂર થશે?

સુરત

ડિંડોલી નહેર
સહિત શહેરની વિવિધ નહેરોમાં શ્રીજીની પ્રતિમાઓ રઝળતી મળી.. ગણેશ ભક્તોની લાગણી દુભાઇ..
ખંડિત અસંખ્ય મૂર્તિઓને સામાજિક સંસ્થાઓ અને પાલિકાએ એકત્ર કરી દરિયામાં વિસર્જીત કરી..
આ પ્રકારની ન્યુઝ દર વર્ષે ગણેશ વિસર્જનનાં બીજા દિવસે જોવા સાંભળવા મળે છે. તેમછંતા
મૂર્તિઓને રઝળતી મૂકનારાઓમાં કોઇ ફર્ક પડતો નથી. 
કેમ કે દર વર્ષે આવી ૪ હજાર જેટલી મૂર્તીઓ મળે છે.

અખો કહે એનુ
કરવુ કેમ? ત્રીજા વરસે પાછો એમનો એમ.. અખાએ એ તો ત્રણ વર્ષ કહ્યા પણ અહીં તો દર વર્ષે
ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનાં સમાચારો અખબારોની હેડલાઇન બને છે. છતાં કહેવાતા ગણેશ
ભક્તોમાં રતીભાર સુધાર જણાતો નથી. છેલ્લા પાંચ વર્ષથી ગણેશ ઉત્સવ બાદ રોડ રસ્તા, નહેર,
ખાડી,ખાડા-ખાબોચીયામાં રઝળતી મૂર્તિઓને એકત્ર કરી તેનું દરિયામાં વિસર્જન કરતી સાંસ્કૃતિક
રક્ષા સમિતીનાં આગેવાન કુનાલ સૂર્યવંશીના જણાવ્યા અનુસાર દર વર્ષે મૂર્તિઓ રઝળાવવાનો
સીલસીલો ચાલે છે. આ સંસ્થા દ્વારા ૨૦૧૭માં ૪૦૦૦થી વધુ આ પ્રકારીન પ્રતીમાઓ બહાર કાઢીને
વિસર્જીત કરાઇ હતી. જ્યારે પછીના વર્ષોમાં થોડા ઘટાડો ચોકક્સ આવ્યો છે. ૨૦૧૮માં ૩૫૦૦
જેટલી, ૨૦૧૯માં ૩૦૦૦ જેટલી અને કોરોનાકાળના ૨૦૨૦માં ૨૦૦૦ જેટલી રઝળતી મૂર્તીઓ મળી હતી.
આ સિવાય સર્વિંગ સ્માઇલ ગૃપ પણ આ સેવાકિય કાર્યમાં ત્રણ વર્ષથી જોડાયેલુ છે. આ સંસ્થાના
રાજુભાઇ મહેતાના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં ડિંડોલી અને ભાઠેના નહેર તથા આસપાસના
વિસ્તારમાંથી ૨૦૦ જેટલી મૂર્તિઓ બહાર કાઢીને વિધિ પૂર્વક પુનઃ વિસર્જન કર્યુ હતુ. આ
ઉપરાંત આ વર્ષથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિએ પણ આ વર્ષથી આ કાર્યમાં ગંભીરતા દાખવી
શુક્રવાર ડિંડોલી ખરવાસાની નહેરમાંથી ૮૦ જેટલી પ્રતીમાઓ બહાર કાઢી તેનું ફરી વિસર્જન
કર્યુ હતુ. સમિતિના અનિલ બિસ્કિટવાલાએ જણાવ્યુ કે લોકો નહેર કે ખાડીમાં અથવા રોડ પર
મૂર્તીઓ મૂકી ન જાય તે માટે મ્યુનિ. કમિશ્નરને આવેદન પણ અપાયુ છે. અને આ વખતે પોલીસ
બંદોબસ્ત મૂકવાની પણ બાહેંધરી અપાઇ છે. જોઇએ હવે આ વર્ષે વિસર્જનનાં પછીના દિવસે શું
સ્થિતી થાય છે. હકીકતમાં આ બાબતે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી થવી
જોઇએ એવી શ્રીજી ભક્તોની લાગણી છે. તંત્ર દરમિયાનગીરી કરી શકે પણ લોકોએ જ સમજવાની વધુ
જરૃર છે.

મૂર્તિને
રઝળતી મૂકનારા ગણેશ ભક્ત ના હોઇ શકે

 ખાડી કે નહેરમાં અથવા ગમે ત્યાં મૂર્તિઓને રઝળતી
મૂકી દેનારા પોતાને ગણેશભક્ત કહેવાને લાયક નથી. સાચો ગણેશ ભક્ત તેના પ્રિય દેવને આ
રીતે ના છોડી શકે. એ ગણેશ ભક્ત હોઇ જ ના શકે. ૧૦-૧૦ દિવસ સ્થાપ્ન, પૂજા અર્ચના બાદ
આ રીતે મૂર્તિઓને રઝળતી મૂકી દેનારા હકીકતમાં પાપદોષના અધિકારી થાય છે.  નહેરનાં ગંદા પાણીમાં ચોરી છૂપી મૂર્તિ ફેંકી જનારા
હા, ફેંકી જનારા જ કેમ કે એને વિસર્જન કહી શકાય નહી. એવા લોકો ગણપતિની સ્થાપ્ના ન કરે
તેમાં જ પોતાની અને શહેરની ભલાઇ રહેલી છે. એવુ ગણેશ ભક્તોનું માનવુ છે.

દશામાની મૂર્તિઓને
પણ આ રીતે રઝળાવાય છે

<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:normal;”>ગણપતિ ઉપરાંત
દશામા અને નવરાત્રિમાં માતાજીની મૂર્તિઓને પણ કહેવાતા ભક્તો આ રીતે નહેર કે ખાડીમાં
પધરાવી દેતા હોય છે. આ મૂર્તિઓ પણ ૮૦૦થી ૧૦૦૦ની સંખ્યામાં મળી આવે છે. દશામા અને માતાજીના
ભક્તોએ પણ પોતાની ભક્તિ વિશે વિચારવુ જોઇએ. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s