હર્ષ સંઘવીને કોરાનાકાળની કામગીરી અને વિનુ મોરડીયાને કાનાણીની બાદબાકી ફળી


સુરત ગ્રામ્યની ઓલપાડના બેઠકના મુકેશ પટેલને કોળી સમાજનું ફેકટર
તો પશ્વિમના પુર્ણેશ મોદીને સંઘ લોબી ટેકો ફળ્યો

સુરત,

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર
પટેલના મંત્રી મંડળ માટે સુરતના 12પૈકી 7 ધારાસભ્યો રેસમાં હતા અને તમામ લોબીંગ કર્યું
હતું તે પૈકી ચારનો સમાવેશ થઇ ગયો છે. તેમને મંત્રીપદ મળવા પાછળ પાછળ જુદા-જુદા કારણો
ચર્ચાઇ રહ્યા છે. કોઈને જ્ઞાાતિનું સમીકરણ કામ લાગ્યું તો કોઈન જ્ઞાાતિ સાથે પુર્વ
મંત્રીની નબળી કામગીરી ફળી છે. એક ધારાસભ્યને કોરોનાકાળમાં કરેલી કામગીરી અને રાષ્ટ્રીય
નેતા સાથે ઘરોબો તો એક ધારાસભ્યને સંઘ લોબીને લીધે ફાયદો થયો છે.

ગુજરાતનું નવું મંત્રી મંડળ બને
તે પહેલા સુરતના 12 પૈકી 7 ધારાસભ્યો મંત્રીપદની રેસમાં હતા. તમામે પોતાની રીતે લોબીંગ
કર્યું હતું. તે પૈકી બે ધારાસભ્યોને જ મંત્રીપદ મળે તેવી શક્યતા વચ્ચે ચાર-ચાર ધારાસભ્યોનો
મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે.

વરાછા બેઠકના ધારાસભ્ય એવા પૂર્વ
આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સામે કોરોનાકાળ દરમિયાન સુરતના લોકોનો ભારે આક્રોશ હતો.
‘મને ખબર નથી’ સહિતની તેમની કેટલીક ઓડિયોક્લિપ વાયરલ થઇ હતી. જેથી પક્ષની બદનામી થઇ
હતી અને મોટું નુક્સાન થયું હતું. કાનાણીને મંત્રીમંડળમાંથી પડતા મુકાય તે નક્કી જ
હતું. તેનો સીધો ફાયદો કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાને થયો છે. આક્રમક પાટીદાર નેતા
તરીકે તેમની ગણના થાય અને સ્પષ્ટ વકતા હોવાથી તેમની પસંદગી થઇ છે.

મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોનાકાળની
બંને લહેરમાં એનજીઓની મદદથી કોવિડ કેર સેન્ટરો શરૃ કર્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં
પણ જરુરી સુવિધાઓ મુદ્દે આક્રમક રહ્યા હતા. કીટ વિતરણ સહિતની આ યુવા ધારાસભ્યની કામગીરીની
ગુજરાત સરકાર ઉપરાંત વડાપ્રધાને પણ નોંધ લીધી હતી. ઉપરાંત તેમનો ભાજપના રાષ્ટ્રીય નેતા
સાથે પણ ઘરોબો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેવાઇ હોવાની ચર્ચા છે.

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને મંત્રીપદની
લોટરી લાગી છે. મંત્રીમંડળમાંથી કોળી પટેલની બાદબાકી થતા કોળી સમાજને પ્રતિનિધિત્વ
આપવાનું હતું. તેનો સીધો ફાયદો તેમને થયો છે. તેમનો મતવિસ્તાર ગ્રામ્ય ઉપરાંત પાટીદારોની
બહુમતીવાળા વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ કારણોથી તેમને મંત્રીપદની લોટરી લાગ્યાનું
કહેવાય છે.

<

p class=”12News” style=”text-align:justify;”>પશ્વિમના ધારાસભ્ય પુર્ણેશ મોદી
મૂળ સુરતી છે. નિયમિતપણે લોકસંપર્કમાં રહે છે. મંત્રીમંડળમાં સ્થાન માટે તેમને વડાપ્રધાનના
ભાઇનો સપાર્ટ અને સંઘ પરિવારનો આશિર્વાદ ફળ્યો હોવાનું કહેવાય છે. છેલ્લી ઘડીએ તેમનું
નામ આવ્યું હતું. અને તેઓ સીધા કેબીનેટ મંત્રીપદ સુધી પહોંચી ગયા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s