સુરતમાં કેન્દ્રીયમંત્રી બન્યા તે કરતા રાજ્ય મંત્રી બન્યા તે પ્રસંગે ભવ્ય ઉજવણી


રાજ્યમંત્રીઓ
બન્યા બાદ મિઠાઇ વહેંચાઇ, ફટાકડા ફુટયા ઃ દર્શના જરદોશ મંત્રી બન્યા ત્યારે થોડાઘણા
હોર્ડિંગ્સ લાગ્યા હતા

 સુરત,

ગુજરાત સરકારના મંત્રી મંડળમાં
સુરતના ચાર ધારાસભ્યોની મંત્રી તરીકે પસંદગી થતાં શહેર ભાજપ દ્વારા આજે મિઠાઇ વહેંચી
ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો.  જોકે
તાજેતરમાં દર્શના જરદોશ કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારે આવી ઉજવણી થઇ નહોતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીનું
રાજીનામું અને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નિમણુંક બાદ સુરત શહેરમાં રૃપાણીના
હોર્ડિગ્સ ઉતરી ગયાં છે અને નવા મુખ્યમંત્રીના હોર્ડિગ્સ લાગી રહ્યાં છે. ઉપરાંત આજે
સુરતના પુર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદ મોરડીયા અને મુકેશ પટેલની ગુજરાતના મંત્રી
મંડળમાં સમાવેશ થતાં શહેર ભાજપે ઉજવણી કરી છે. શહેર ભાજપ કાર્યાલય બહાર આજે સાંજે ફટાકડા
ફોડીને મીઠાઈ વિતરણ કરીને મંત્રીઓની નિમણુંકને વધામણા કરીને ઉત્સવની ઉજવણી કરી હતી.

<

p class=”12News” style=”text-align:justify;”>સુરતના  ધારાસભ્ય મંત્રી બન્યા તેની ઉજવણી કરનાર શહેર ભાજપે
સુરતના સાંસદ દર્શના જરદોશ કેન્દ્રીય મંત્રી બન્યા તે માટે કોઈ ઉત્સવની ઉજવણી કરી ન
હતી. તેમના કાર્યાલય પર ફટાકડા ફોડાયા હતા. જેમાં ભાજપના મોટા ભાગના નેતાઓ ગેરહાજર
રહ્યાં હતા.  આટલું જ નહીં તેઓ કેન્દ્રીમંત્રી
બન્યા તેની ઉજવણી વિધાનસભા વિસ્તાર મુજબ પણ થઇ નહોતી. આમ ભાજપમાં ચાલતાં જુથવાદના પગલે
મંત્રી મંડળમાં સ્થાન મળતાં ઉજવણી માટેના ભાજપના કાટલા અલગ અલગ જોવા મળ્યા હતા. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s