લગ્નની લાલચે 14 વર્ષની તરૃણીને ભગાડી દુષ્કર્મ કરનાર યુવાનને 10 વર્ષની કેદ


સુરત

તરૃણી પુખ્ત હોવાના બોગસ પ્રમાણપત્રથી અમદાવાદમાં લગ્ન નોંધણી કરાવી હતી ઃ તરૃણીની ઉંમર સગીર સાબિત થતા આરોપી દોષી ઠેરવાયો

છ વર્ષ
પહેલાં 14 વર્ષીય તરૃણીને લગ્નની લાલચે ભગાડી જઈને પુખ્ત હોવા સંબંધે બોગસ પ્રમાણપત્રો
બનાવીને અમદાવાદમાં લગ્ન નોંધણી કરાવ્યા બાદ ભોગ બનનાર સગીર હોવા છતાં એકથી વધુ વાર
શરીર સંબંધ બાંધનાર આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ
દિલીપ મહીડાએ ગુનામાં દોષી ઠેરવી 10 વર્ષની સખ્તકેદ
,રૃ.10હજાર દંડ અને દંડ
ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી છે.કોર્ટે અપીલ પીરીયડ પુરો થયા બાદ ભોગ બનનારને 1.50 લાખ વળતર ચુકવવા સુરત જિલ્લા કાનુની સેવા સત્તામંડળને હુકમ કર્યો છે.

આજથી
સાત વર્ષ પહેલાં મૂળ ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લાના વતની તથા ફર્નિચરનું કામ કરતાં 33 વર્ષીય સુરેશ ઉર્ફે સંજય જોધનપ્રસાદ રાજભર (રે.લક્ષ્મીનગર સોસાયટી
,ઉધના) વિરુદ્ધ 14 વર્ષીય તરૃણીના ફરિયાદી પિતાએ  સુરત ક્રાઈમ
બ્રાંચમાં પોક્સો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ હતી.જે મુજબ આરોપીઅ ેતા.29-4-14ના
રોજ ફરિયાદી સગીર પુત્રીને લગ્નની લાલચ આપી સુરત રેલ્વે સ્ટેશથી  પોતાના વતન તથા અમદાવાદ ભગાડી ગયો હતો. તરુણી
સગીર હોવાનું જાણવા છતાં તે પુખ્ત હોવા 
સંબંધે બોગસ પ્રમાણપત્રો બનાવી અમદાવાદમાં લગ્ન નોંધણી કરાવી એકથી વધુ વાર
શરીર સંબંધ બાંધ્યા હતા. ક્રાઇમ બ્રાંચે પોક્સો એક્ટ હેઠળ ઝડપેલા સુરેશ રાજભર સામે 6 વર્ષ ત્રણ માસથી ચાલતી કેસ કાર્યવાહીની આજે અંતિમ સુનાવણી થઇ હતી.

બચાવપક્ષે
મુખ્યત્વે આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ હોઈ સ્વેચ્છાએ આરોપી સાથે ગઈ હોઈ
આરોપીએ કોઈ બળજબરી કરી ન હોવાનો બચાવ લીધો હતો. તપાસ એજન્સીએ ભોગ બનનાર આરોપી સાથે
ભુસાવળથી અમદાવાદ કે અમદાવાદથી ઉત્તરપ્રદેશ સુધી ટ્રેનની સફરમા કોઈ ફરિયાદ કે
વાંધો વિરોધ દર્શાવ્યો નથી. જેના વિરોધમાં એપીપી અરવિંદ વસોયા તથા કુ.રિન્કુ
પારેખે જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ તેને વતનમાં
ભગાડી જઈ સંમતિ આપવા સક્ષમ ન હોવા છતાં ભોગ બનનાર સાથે બળાત્કાર ગુજાર્યો છે.
આરોપીએ ભોગ બનનાર પુખ્ત હોવાના બોગસ પુરાવા ઉભા કરીને લગ્ન નોંધણી કરાવીને એકથી
વધુ વાર શરીર સંબંધ બાંધ્યા છે. જેે કોર્ટે માન્ય રાખી ભોગ બનનાર બનાવ સમયે સગીર હોઈ
આરોપીએ તેની સાથે એકથી વધુવાર દુષ્કૃત્ય આચર્યું હાવાનું સાબિત થતાં ઉપરોક્ત કેદ
તથા દંડની સજા ફટકારી છે. જ્યારે અપહરણ અને ફોર્જરીના કેસમાં આરોપીને શંકાનો લાભ
આપતો હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s