ગેસ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી પૈસા પડાવ્યા હતા: ગુજરાત ગેસ કંપનીના કસ્ટમર્સના ડેટા મેળવી રાજયભરમાં ઠગાઇ


– મિટરના બહાને રૂ. 40,210 પડાવ્યા હતાઃ ભેજાબાજ કિશોર રાઠોડ સાથે અમરેલીના વિરેશ જરવલીયાની જેલમાં મુલાકાત થઇ હતી

– આંગડિયા પેઢીની તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ બહાર આવ્યું, ચારેક મહિનામાં 15થી વધુ વખત આગડિયું થયું હતું

સુરત
અઠવાલાઇન્સની ગોકુલમ ડેરી નજીક રહેતા ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાદારીને ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી નવા મીટરના નામે રૂ. 40 હજારની ઠગાઇ કરનાર ભેજાબાજ રીઢો ગુનેગાર અને ગેસ કંપનીમાંથી કસ્ટમરના ટેડા મેળવી કરતબ અજમાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અઠવાલાઇન્સ સ્થિત ગોકુલમ ડેરી નજીક નંદનિવાસમાં રહેતા અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતા ઓમપ્રકાશ રામવિલાસ અગ્રવાલને પોતાની ઓળખ ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે આપી ભેજાબાજ નવા મીટરના નામે રૂ. 40,210 લઇ રફુચક્કર થઇ ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરનાર પોલીસે ભેજાબાજે ભાગળની પટેલ માધવલાલ મગનલાલ આંગડીયા પેઢીમાં ભાવનગર ખાતે રૂ. 38 હજાર મોકલાવ્યા હતા. આંગડીયા મારફતે રોકડ સ્વીકારનાર રોહિત વીરેશ જરવલીયા (ઉ.વ. 19 રહે. 19, તલદાવડા શેરી, ખોડિયાર મંડપની સામે, મંગળપરા, લાઠી, અમરેલી) ને ઝડપી પાડયો હતો. રોહિતની પુછપરછમાં તેના પિતા વીરેશ બાબુ જરવલીયા (ઉ.વ. 42) ના કહેવાથી આંગડીયામાં રોકડ લેવા ગયો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે વીરેશની પુછપરછ કરતા ગેસ કંપનીના નામે ઠગાઇ કરનાર ભેજાબાજ તેનો મિત્ર કિશોર રમેશચંદ્ર રાઠોડ હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે 1998માં ભાવનગર ખાતે હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા વીરેશને ઠગાઇ કેસમાં ઝડપાયેલા કિશોર રાઠોડ સાથે જેલમાં મિત્રતા થઇ હતી અને ત્યાર બાદથી તેઓ વચ્ચે પારિવારીક સંબંધ છે. કિશોર અત્યાર સુધીમાં 15થી વધુ ગુનામાં ઝડપાઇ ચુકયો છે અને યેનકેન પ્રકારે ગુજરાત ગેસ કંપનીમાંથી કસ્ટમરના ડેટા મેળવી ઠગાઇનો કરતબ અજમાવતો હતો. છેલ્લા ચારેક મહિનામાં સુરતથી પંદરથી વધુ વખત આંગડીયું કર્યાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

ઝડપાયેલો રોહિત અને તેના ભાઇના ગેસ કંપની સાથે ક્નેકશન
ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી ઠગાઇ કરવાના પ્રકરણમાં પોલીસે રોહિત જરવલીયાની ધરપકડ કરી છે. હાલમાં બેકાર રોહિત અગાઉ કોન્ટ્રાક્ટ હેઠળ ગેસ કંપનીમાં કામ કરતો હતો. જયારે તેનો ભાઇ ધવલ જરવલીયા હાલમાં પણ ગેસ કંપનીમાં નોકરી કરે છે. જેથી પોલીસને આશંકા છે કે કિશોર રાઠોડ ધવલની મદદથી કસ્ટમરના ડેટા મેળવી ઠગાઇ કરી રહ્યો છે. જો કે કિશોર પકડાયા બાદ આ બાબત સ્પષ્ટ થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s