કાનાણી બોલ્યા, વરાછા વિધાનસભા ખૂબ અઘરી છે ત્યાં ‘આપ’નુ ંવર્ચસ્વ ઉભુ થયું છે


કિશોર કાનાણીના મતે વરાછામાં ભાજપના
મતદારો ભાજપથી વિમુખ થયા છે, યોગ્ય ઉમેદવાર નહી મુકાય તો ભાજપ માટે મુશ્કેલી સર્જાશે

        સુરત,

ગુજરાત સરકારના મંત્રી મંડળમાંથી
પડતા મુકાયેલા રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રીને આજે અચાનક જ વરાછા બેઠક ભાજપ માટે મુશ્કેલ
લાગવા માંડી છે. સરકારમાંથી પડતા મુકાયા બાદ આજે હૈયા વરાળ ઠાલવતાં કિશોર કાનાણીએ  વરાછામાં ભાજપ નબળું પડયું હોવાનું જણાવ્યું છે.
વરાછા વિધાન સભા અઘરી છે ત્યાં આપનું વર્ચસ્વ 
ઉભુ થયું છે અને ભાજપના મતદારો ભાજપથી વિમુખ થયાં છે. તેમના આ પ્રકારના નિવેદનના
કારણે તેમની નારાજગી અને બળવાની બુ લોકોને આવી રહી છે.

પાટીદાર અનામત આંદોલન બાદ હાઈ વોલ્ટેજ
ડ્રામા સાથે વરાછા વિધાનસભામાંથી કિશોર કાનાણી જીતી જતા તેમની રાજ્ય કક્ષાના આરોગ્ય
મંત્રી તરીકેની લોટરી લાગી હતી. જોકે, તેમના મંત્રી કાળ દરમિયાન કોરોના આવ્યો અને તે
દરમિયાન તેઓની કામગીરી નબળી રહી હતી. આજે મંત્રીમંડળની રચના બાદ વિઝ્યુઅલ મીડિયા સાથે
વાતચિતમાં કાનાણીએ જણાવ્યું હતું કે, વરાછા વિધાનસભા અઘરી છે ખુબ અઘરી છે આ વિસ્તારમાં
આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે. આ વિસ્તારમાં ભાજપના જે મતદારો વર્ષોથી હતા
તે મતદારો પણ વિમુખ થઈ રહ્યાં છે તે વાત હું જાણું છું કારણ કે હું લોકો વચ્ચે રહું
છે. અહીનો માહોલ શું છે તે હું જાણું છું એટલ સાચી વાત કરવા માગું છું. આ સ્થિતિ પછી
ભાજપે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી પડશે.

<

p class=”12News” style=”text-align:justify;”>કાનાણીના આ વાત ભાજપમાં જ ચર્ચાનો
વિષય બની છે. તેમના કેટલાક શબ્દો માટે લોકો બગાવત કહી રહ્યા છે તો કેટલાક કહી રહ્યા
છે કે કાનાણી બોખલાઇ ગયા છે. કાનાણી આરોગયમંત્રી હતા ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી
થઇ ત્યાર તેમના મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મોટી લીડથી હાર્યા છે. તેઓ પોતાના વિસ્તારમાં
ભાજપને મજબૂત કરવામાં નિષ્ફળ  રહેતા અહી આમ
આદમી પાર્ટી મજબૂત બની રહી છે. મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપને સૌથી વધુ નુકસાન કુમાર
કાનાણીના મત વિસ્તારમાં થયું છે તે હકીકત છે. જે ઉમેદવારો મહાનગરપાલિકાની ચુંટણી હાર્યા
હતા તેમાંથી કેટલાકે એવો આક્ષેપ કર્યો હતો કે, કાનાણીના કારણે તેઓ ચુંટણી હાર્યા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s