ઐતિહાસિક રાંદેર ઈદગાહ પાસેની જમીન ગેટકો કું.ને ફાળવવા સામે વચગાળાનો સ્ટેસુરત

4900 ચોરસમીટર જમીન સબસ્ટેશન માટે ફાળવવા સામે રાંદેર ખેડૂત એસો. સહિત પક્ષકારોએ હાઇકોર્ટમાં ધા નાંખી હતી

રાંદેર
ઈદગાહ નજીક આવેલી અંદાજે 4900 ચો.મી.જગ્યા ગેટકો કંપનીને સબસ્ટેશનને ફાળવવા સામે
વાંધા રજુઆત માન્ય ન રખાતા રેવન્યુ વિભાગની સામે 
રાંદેર ખેડૂત એસો. સહિત અન્ય પક્ષકારોએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પીટીશનની
માન્ય રાખી ગેટકો કંપની સામે વચગાળાનો મનાઈ હુકમ કરી વાદગ્રસ્ત જમીનની યથાસ્થિતિ
જાળવી રાખવા નિર્દેશ આપ્યો છે.

રાંદેર
જહાંગીરાબાદમાં મોરાભાગળ તરીકે ઓળખાતી ઐતિહાસિક રાંદેર ઈદગાહની નજીક આવેલી ખુલ્લી
જગ્યા પૈકી અંદાજે 4900 ચો.મી.જમીન ગેટકો કંપનીને 66 કે. વી. સબસ્ટેશનને ફાળવવામાં
અંગે સરકારે નિર્ણય લીધો હતો. જેના વિરોધમાં રાંદેર ખેડુત એસો.રાંદેર મહફીલે
ઈસ્લામ કુટુંબખાના અને રાંદેર ઈદગાહ વક્ફ ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ
પીટીશન કરવામાં આવી હતી. જેમાં અગાઉ રાજ્યના મહેસુલ વિભાગને રજુઆત કરવામાં નિર્દેશ
આપવામાં આવ્યો હતો. પરંતુ રેવન્યુ વિભાગે ઉપરોક્ત પક્ષકારોની વાંધા રજૂઆતોને માન્ય
રાખવામાં આવી નહોતી.

જેથી
રેવન્યુ વિભાગના સેક્રેટરી
,સુરત જિલ્લા કલેકટર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન
કોર્પોરેશન લિ.
,દક્ષિણ ગુજરાત વીજ કંપની, ગુજરાત સ્ટેટ વક્ફ બોર્ડ વગેરેને વિરુધ્ધ ફરી હાઈકોર્ટમાં પીટીશન કરવામાં
આવી હતી. જેની સુનાવણી દરમિયાન સુરતના પીટીશનર તરફે અમિત ઠક્કરે જણાવ્યું હતું કે
ઉપરોક્ત વિસ્તારમાં આ ખુલ્લી જગ્યાને બાદ કરતાં ચારેય તરફ સોસાયટી રહેણાંક
એપાર્ટમેન્ટનું બાંધકામ થઈ ગયા છે. આ ખુલ્લી જગ્યાનો ખેડૂતો દ્વારા દાયકાઓથી
ગામખળી તરીકે તથા લોકો સ્વાસ્થ્યના હેતુ માટે આ મેદાનનો ઉપયોગ કરે છે. દર વર્ષે 50 હજારથી વધુ લોકો ઐતિહાસિક જગ્યા પર નમાઝ અદા કરે છે. બાદશાહ જહાંગીરે પણ રાંદેર
ઈદગાહમાં નમાઝ અદા કરી હોઈ 500 વર્ષ જુની ઐતિહાસિક જગ્યાને યથા સ્થિતિ જાળવી રાખવી
જરૃરી છે.

જેને
ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી વાદગ્રસ્ત જગ્યાનો ઉપયોગ ગામલોકો તથા વકફ લાભાર્થીઓ
દ્વારા થતાં હોઈ વક્ફ એક્ટની જોગવાઈનું પાલન ન થયાનું પ્રથમ દર્શનીય જણાઈ આવતો
હોવાનું નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે હાલમાં વાદગ્રસ્ત જમીનની યથાસ્થિતિ જેવી છે
તે રીતે જાળવી રાખવા ગેટકો કંપની સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવતા રાંદેર મોરા
ભાગળ વિસ્તારમાં રહીશો
,ખેડૂતો તથા નમાઝીઓને મોટી રાહત મળી છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s