50 કલાકમાં સપાટી દોઢ ફુટ નીચે લઇ ગયા બાદ ઉકાઇ ડેમના બધા દરવાજા બંધ

– બપોરે બે વાગ્યે સપાટી રૃલ લેવલ 340
ફુટે પહોંચીઃ
22 હજાર ક્યુસેક ઇન્ફલો સામે તેટલું પાણી ચાર
હાઇડ્રો મારફત છોડવાનું જારી

   સુરત

ઉકાઇ
ડેમની વરસાદની સ્થિતિ થાળે પડતા જ સતાધીશોએ પાણી છોડવાના નિર્ણયોમાં ફેરફાર કરીને છેલ્લા
૫૦ કલાકમાં ઉકાઇ ડેમની સપાટી દોઢ ફૂટ ઘટાડીને સપાટી અને રૃલલેવલ ૩૪૦ ફૂટે સરખા કર્યા
બાદ આજે બપોરે બે વાગ્યે તમામ ૧૦ દરવાજા બંધ કરી દીધા હતા. હવે ૨૨
,૦૦૦ કયુસેક ઇનફલો સામે ૨૨,૦૦૦ કયુસેક પાણી ચાર હાઇડ્રોમાં છોડવાનું ચાલુ રાખીને વીજ ઉત્પાદન,
ખેતીપાક માટે પાણી છોડવાનું ચાલુ રાખી સપાટી મેઇન્ટેઇન રાખી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં
પૂરની સ્થિતિના પગલે સુરત શહેરમાં પણ પૂરની સ્થિતિ ઉત્પન્ન નહીં થાય તેની તકેદારી રાખવા
માટે  સતાધીશોએ ઉકાઇ ડેમની રૃલેલેવલ ૩૪૦ ફૂટ
થી ઉપર વહી રહેલી સપાટીમાં ઘટાડો કરવાનો નિર્ણય કરીને ગત શુક્રવારે બપોરે ૧ વાગ્યે
૨૨
,૦૦૦ કયુસેક
હાઇડ્રોમાં પાણી છોડવાનું શરૃ કર્યુ હતુ. ત્યારબાદ સોમવારે બપોરે સાડા બાર વાગ્યે ચાર
દરવાજા અને મઘરાતે બીજા છ દરવાજા મળીને કુલ્લે ૧૦ દરવાજા ખોલીને ૯૮
,૦૦૦ કયુસેક પાણી છોડયુ હતુ. આ પાણી આજે બપોરે ૨ વાગ્યા સુધી થતા ૫૦ કલાક સુધી
છોડતા સપાટીમાં દોઢ ફૂટનો ઘટાડો થઇને રૃલલેવલ ૩૪૦ ફૂટે પહોંચતા સતાધીશોએ બપોરે જ તમામ
દરવાજા બંધ કરી દીધા હતા. અને ૨૨
,૦૦૦ કયુસેક ઇનફલોની સામે ૨૨,૦૦૦ કયુસેક ચાર હાઇડ્રોમાં છોડીને ચાલુ રાખ્યુ છે. મોડી સાંજે ઉકાઇ ડેમની સપાટી
૩૪૦ ફૂટ નોંધાઇ હતી. જે રૃલલેવલ ૩૪૦ ફૂટને ટચ થઇ હતી. જયારે ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.

<

p class=”12News”>દરમ્યાન
આજે દિવસના ઉકાઇ ડેમના કેચમેન્ટમાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે. અને હથનુર
ડેમમાંથી ૩૫
,૦૦૦ કયુસેક પાણી છોડાઇ રહ્યુ છે. આ ડેમ પછીના આવનારા નાના નાના ચેકડેમો
અને વિયરમાં પાણી સ્ટોરેજ કરાઇ રહ્યુ હોવાથી ઉકાઇ ડેમમાં ૨૨
,૦૦૦
કયુસેક ઇનફલો આવી રહ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s