સુરત: રીક્ષામાં સહપ્રવાસીના સ્વાંગમાં બે યુવાન-એક મહિલાએ વૃદ્ધને માર મારી રૂ.3.07 લાખના સોનાના દાગીના-રોકડની લૂંટ કરી


– થોડા દિવસો અગાઉ જ પુત્રી વિધવા થતા તેણે સાચવવા આપેલા દાગીના-રોકડ લઈ વૃદ્ધ અમરેલીથી લકઝરી બસમાં સુરત આવી રીક્ષામાં ઘરે જતા હતા

સુરત,તા.16 સપ્ટેંમ્બર 2021,ગુરુવાર

અમરેલીમાં થોડા દિવસો અગાઉ જ પુત્રી વિધવા થતા તેણે સાચવવા આપેલા દાગીના-રોકડ લઈ લકઝરી બસમાં સુરત આવી રીક્ષામાં ઘરે જતા વૃદ્ધને સહપ્રવાસીના સ્વાંગમાં બે યુવાન-એક મહિલાએ માર મારી રૂ.3.07 લાખના સોનાના દાગીના-રોકડની લૂંટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને સુરતમાં વરાછા લક્ષ્મીનગરની બાજુમાં ઈશ્વરકૃપા સોસાયટી વિભાગ 2 ઘર નં.146 માં રહેતા 62 વર્ષીય હસમુખભાઇ ઉકાભાઇ કાનાણી પુત્ર અજય સાથે વરાછા મારૂતિચોક સંતોષીનગરમાં જય માતાજી ટી સ્ટોર ચલાવે છે. અમરેલીના કમીગઢમાં પરણાવેલી પુત્રી બીનાના પતિ લલિતભાઈનું અવસાન થતા પાંચમાની વિધિ કરવા હસમુખભાઈ ગત 10 મી એ કમીગઢ ગયા હતા. વિધિ પૂર્ણ કર્યા બાદ તે સુરત આવતા હતા તે પહેલા પુત્રી બીનાએ ઘરે કોઈ ધ્યાન રાખવા વાળું નથી તેમ કહી પોતાના રૂ.2.57 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડા રૂ.50 હજાર તેમને સાચવવા આપ્યા હતા. હસમુખભાઈએ દાગીના-રોકડ એક બોક્ષમાં મૂકી બોક્ષ થેલામાં મૂક્યું હતું.

13 મી એ રાત્રે કમીગઢથી લકઝરી બસમાં નીકળેલા હસમુખભાઈ 14 મી એ સવારે 6.30 વાગ્યે સુરતમાં હીરાબાગ ખાતે ઉતર્યા હતા અને ચાલતા ચાલતા વરાછા બરોડા પ્રિસ્ટેજ આવી ઘરે જવા રીક્ષા ભાડે કરતા રીક્ષામાં અગાઉથી પાછળ બે યુવાન અને એક મહિલા હોય ચાલકે તેની બાજુમાં બેસાડયા હતા. રીક્ષા વેરહાઉસ પહોંચી ત્યારે ચાલકે આગળ પોલીસ છે કહી તેમને પાછળ બેસાડયા હતા. થોડે દૂર કાળીદાસનગર ચોકડી પાસે બાજુમાં બેસેલા બે યુવાનો પૈકી એકે ગાળો આપી હસમુખભાઈને કહ્યું હતું કે તારી પાસે જે કંઈ પણ હોય તે અમને આપી દે, નહીંતર જાનથી મારી નાંખીશ.ગભરાયેલા હસમુખભાઈએ રીક્ષા થોભાવવા કહ્યું હતું પણ ચાલકે રીક્ષા ભગાવી હતી. આથી હસમુખભાઈએ ચાલુ રીક્ષાએ ઉતરવા પ્રયાસ કર્યો તો બાજુમાં બેસેલા યુવાને પકડી રાખી બીજાએ મોઢું દબાવ્યું હતું અને બંનેએ માર માર્યો હતો.

તેમની સાથેની મહિલાએ હસમુખભાઈ પાસેનો થેલો આંચકી તેમાંથી દાગીના અને રોકડ સાથેનું બોક્ષ કાઢી લીધું હતું અને પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમને કાળીદાસનગર પાસે ઉતારી ત્રણેય રીક્ષા ચાલક સાથે ફરાર થઈ ગયા હતા. ગભરાયેલા હસમુખભાઈએ ઘરે જઈને પરિવારજનોને વાત કરી હતી. બાદમાં ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s