સુરત: જહાંગીરાબાદમાં કામના પહેલા દિવસે જ બે કામવાળીની હાથ સફાઇ


– વૃધ્ધ સાથે પગાર નક્કી કર્યો અને કામ કરતી વખતે ચાલાકી પૂર્વક 1.22 લાખના દાગીના તફડાવી લીધા, પોલીસે તપાસ હાથ ધરી

સુરત,તા.16 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર

મોરાભાગળ-જહાંગીરાબાદના સંગીની સ્વરાજ રેસીડન્સીમાં વૃધ્ધના ઘરમાંથી બે કામવાળી મહિલા કામના પ્રથમ દિવસે રૂ. 1.22 લાખની મત્તાના દાગીના ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાય છે.

મોરાભાગળ-જહાંગીરાબાદ કેનાલ રોડ સ્થિત સંગીની સ્વરાજ રેસીડન્સીના ફ્લેટ નં. સી/502 માં રહેતા અને ટીવી રીપેરીંગનું કામ કરતા વિપુલ અરૂણ ગાંધી (ઉ.વ. 60) ને ત્યાં બે દિવસ અગાઉ ઘરકામ માટે ગીતા ઉર્ફે બળેલી ગોવર્ધન વાઘરી અને લક્ષ્મી ઉર્ફે ઠગી ભરત પવાર (બંને રહે. બ્રેડ લાઇનર સર્કલ, પનાસ ગામ) આવી હતી. કામના પ્રથમ દિવસે પગાર નક્કી કર્યા બાદ બંને મહિલા કામ કરી ચાલી ગઇ હતી. બીજા દિવસે વિપુલભાઇએ બેડરૂમનો કબાટ ખોલી ચેક કરતા તેમાંથી સોના-ચાંદીના સિક્કા, સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી અને વીંટી સહિતના કુલ રૂ. 1.22 લાખની મત્તાના દાગીના ગાયબ હતા. જેથી ઘટના અંગે વિપુલ ગાંધીએ બંને કામવાળી મહિલા વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s