મોટા વરાછા સ્વામીનારાયણ મંદિરમાં બખેડામાં વધુ 11 સહિત કુલ 24ની ધરપકડ


– વડતાલના લક્ષ્મી નારાયણ ટ્રસ્ટને વહીવટ સોંપાવના મુદ્દે સ્વામીને ટપલીદાવ કરી તોડફોડ કરી હતીઃ પકડાયેલા 24 હરિભક્તો પૈકી 16 મહિલા

સુરત
મોટા વરાછાના શ્રી સ્વામીનારાયણ મંદિરનો વહીવટ વડતાલના લક્ષ્મી નારાયણ ટ્રસ્ટને સોંપવાના મુદ્દે થયેલા વિવાદમાં મંદિરમાં પૂજા, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી અપશબ્દો ઉચ્ચારી સ્વામી સાથે ટપલીદાવ કરવાના પ્રકરણમાં પોલીસે વધુ 11 ની ધરપકડ કરી છે.
મોટા વરાછાના લજામણી ચોક ખાતે 2011માં સ્થાપના કરવામાં આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિરના સ્વામી નિર્દોષચરણદાસજીએ 2014માં ટ્રસ્ટી મંડળની રચના કરી જમીન ખરીદી હતી. મંડળની રચના વખતે મંદિરનો વિકાસ થઇ ગયા બાદ તેનો સમગ્ર વહીવટ વડતાલના લક્ષ્મી નારાયણ ટ્રસ્ટને હસ્તગત કરવાની ડીડ બનાવી હતી. આ ડીડ મુજબ સ્વામીએ 7 પૈકી 5 ટ્રસ્ટીની સંમતિથી વહીવટ વડતાલના ટ્રસ્ટને હવાલે કરી દેતા નારાજ હરિભક્તોએ મંદિરમાં દર્શન કરવાના બ્હાને આવી પૂજા, હવન જેવા ધાર્મિક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી અપશબ્દો ઉચ્ચારી તોડફોડ કરવા ઉપરાંત દાનપેટીમાંથી રોકડ ચોરી કરી હતી અને સ્વામી સાથે ટપલીદાવ કર્યો હતો. આ પ્રકરણમાં બે દિવસ અગાઉ 8 મહિલા સહિત 13 ની ધરપકડ કરી હતી. જયારે પોલીસે આજે વધુ 8 મહિલા સહિત 11ની ધરપકડ કરી છે.

કયા કયા હરિભક્તોની ધરપકડ થઇ
અરૂણા અલ્પેશ રાજાણી (ઉ.વ. 39 રહે. સ્નેહ સાગર સોસાયટી, મોટા વરાછા), ગીતા રાજુ કાતરોડીયા (ઉ.વ. 39 રહે. સાંઇ શ્રધ્ધા સોસાયટી, મોટા વરાછા), રસીલા ભદ્રેશ ગજેરા (ઉ.વ. 43 રહે. સિધ્ધેશ્વર કોમ્પલેક્ષ, મોટા વરાછા), ધર્મિષ્ઠા અરવિંદ ખૂંટ (ઉ.વ. 42 રહે. વિશ્વનાથ સોસાયટી, મોટા વરાછા), અનસુયા નરસિંહ સતાણી (ઉ.વ. 60 રહે. ભક્તિનંદન સોસાયટી, મોટા વરાછા), અસ્મિતા મુકેશ ધાનાણી (ઉ.વ. 40 રહે. શ્યામ કૃષ્ણ રો-હાઉસ, મોટા વરાછા), રમીલા સુરેશ ભુવા (ઉ.વ. 45 રહે. રૂક્ષ્મણી સોસાયટી, મોટા વરાછા), હસમુખ બચુભાઇ વાઘાણી (ઉ.વ. 48 રહે. સાંઇ બંગ્લોઝ, મોટા વરાછા), ભદ્રેશ પ્રાગજી ગજેરા (ઉ.વ. 39 રહે. સિધ્ધેશ્વર કોમ્પલેક્ષ, મોટા વરાછા), ભીખુ મોહન ગેવરીયા (ઉ.વ. 59 રહે. શિવ બંગ્લોઝ, મોટા વરાછા), શારદા બચુભાઇ વાઘાણી (ઉ.વ. 70 રહે. સાંઇ બંગ્લોઝ, સુદામાચોક, મોટા વરાછા)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s