મૃતક પિતાનો હિસ્સો હડપનાર વિરૂધ્ધ પુત્રની ફરિયાદ: જહાંગીરાબાદની વડીલોપાર્જીત જમીન વેચી પિતા-પુત્રએ 1.30 કરોડ ચાઉં કર્યા


– જંત્રી મુજબનું પેમેન્ટ બેંકમાં જમા કરાવ્યું, થર્ડ પર્સન તરીકે પોતાનું નામ રાખનાર પિતરાઇએ બારોબાર રકમ ઉપાડી લીધી

સુરત
મોરાભાગળ-જહાંગીરાબાદના વડીલોપાર્જીત જમીન વેચ્યા બાદ પિતાના બેંક એકાઉન્ટમાં જમા થયેલું પેમેન્ટ બારોબાર ઉપાડી લઇ વિશ્વાસઘાત કરનાર કાકા અને તેમના પુત્ર સહિત 7 વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ઉગત-ભેંસાણ રોડ સ્થિત સત્તાધાર સોસાયટીમાં રહેતા ટેમ્પો ચાલક હિતેશ ધનસુખ પટેલ (ઉ.વ. 44) એ કાકા મગન ગોવન પટેલ, તેના પુત્ર જીગ્નેશ પટેલ (બંને રહે. ભાગ્ય લક્ષ્મી સોસાયટી, રામનગર અને પાર્થ રેસીડન્સી, જહાંગીરપુરા), ભરત નાથાભાઇ ઘેલાણી (રહે. રાજવી રેસીડન્સી, જહાંગીરપુરા), દિનેશ જયરામ વેગડ (રહે. 17, આનંદ નગર સોસાયટી, મોરાભાગળ), અશોક નાનાભાઇ સાવલીયા (રહે. 502, કૈલાશ રેસીડન્સી, પાલ), કિશોર ટપુ પટેલ (રહે. 46, હરિદર્શન સોસાયટી, ડભોલી ચાર રસ્તા), બેચર મહાદેવ પટેલ (રહે. 203, શાંતિ કોમ્પ્લેક્ષ, નવયુગ કોલેજ, રાંદેર રોડ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જહાંગીરાબાદના રેવન્ય સર્વે નં. 101/બ બ્લો2 નં. 188/1 વાળી વડીલોપાર્જીત સંયુકત માલિકીની જમીન હિતેશના કાકા મગનભાઇ અને તેમના દીકરાના જીગ્નેશના કહેવાથી ભરત ઘેલાણી, દિનેશ વેગડ, અશોક સાવલીયા, કિશોર પટેલ અને બેચર પટેલને વેચી હતી. જંત્રી મુજબ રૂ. 5.21 કરોડ અને બજાર કિંમત મુજબ રૂ. 20 કરોડ મુજબ જમીનનો સોદો કર્યો હતો. ભરત ઘેલાણીએ ચેકથી ચુકવેલું જંત્રી મુજબનું પેમેન્ટ બેંકમાં જમા કરાવવા જમીનના વારસદાર ધનસુખભાઇ સહિતના ચારેય ભાઇઓના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં ચાલાકી પૂર્વક થર્ડ પર્સન તરીકે જીગ્નેશે પોતાનું નામ અને ચેકબુક તથા પાસબુક રાખી લીધા હતા અને કેટલાક કોરા ચેક ઉપર સહી કરાવી લીધી હતી. જંત્રી મુજબના પેમેન્ટમાં ઇન્કમ ટેક્સ રૂ. 92,50,000 ભરવાના છે અને અગાઉ જેની સાથે સાટાખત કર્યો હતો તે અહમદ ઓલીયાને બાકીના રૂ. 4.28 કરોડ ચુકવવાના બહાને બેંકમાંથી રોકડ ઉપાડી લઇ જીગ્નેશે પોતાના તથા પરિવારના નામે મિલકત વસાવી લીધી હતી. રૂ. 5.21 કરોડ પૈકી રૂ. 1.30 કરોડ ધનસુખભાઇની હયાતીમાં તો ઠીક પરંતુ તેમના મૃત્યુ બાદ પણ પરત નહીં આપતા છેવટે હિતેશે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

1992 કોમી તોફાનોમાં હથિયાર કેસમાં જેલમાં જનાર અસ્લમ ઓલીયાને પેમેન્ટ ચુકવ્યાનું જુઠાણું
કરોડો રૂપિયાની કિંમતી જમીનનો સાટાખત 1989માં રાંદેરના માથાભારે અહમદ ઇસ્માઇલ ઓલીયા સાથે કર્યો હતો. પરંતુ તેમાં જણાવેલી શરતોનું પાલન નહીં થતા સાટાખત રદ્દ થયું હતું. જો કે 1992 ના કોમી રમખાણો વખતે મસ્જિદમાં ઘાતક હથિયાર છુપાવવાના કેસમાં જેલમાંથી 2009માં મુકત થયેલા અહમદ ઓલીયાએ જમીન મુદ્દે નોટીસ આપતા જે તે વખતે સેટલમેન્ટ કરી લેવામાં આવ્યું હતું. પરંતુ જમીનના સોદાના રૂ. 5.21 કરોડ પૈકી રૂ. 92.50 લાખ ઇન્કમ ટેક્સ અને બાકીના રૂ. 4.28 કરોડ અસ્લમ ઓલીયાને ચુકવ્યાનું પિતરાઇ જીગ્નેશ મગન પટેલે કહ્યું હતું પરંતુ તેના કોઇ પુરાવા આપ્યા ન હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s