ભાડેથી ફ્લેટ લઇ અડોશ-પડોશમાં ચોરી કરતી મહિલા: અડાજણમાં 3 ફ્લેટમાંથી દાગીના ચોરી કરનાર પડોશી મહિલા ઝડપાઇ


– વનિતા વિશ્રામના આચાર્યની 8 વર્ષની પુત્રીને ચોક્લેટ ગણવા આપી વોશરૂમના બહાને બેડરૂમમાં જઇ ચોરી કરી હતી

સુરત
અડાજણના રૂતુવન એપાર્ટમેન્ટમાં રહેતા વનિતા વિશ્રામ સ્કુલના આચાર્યના ફ્લેટ અને અન્ય બે ફ્લેટમાંથી 2.15 દાગીના ચોરી કરનાર પડોશી મહિલાની અડાજણ પોલીસે ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે. ઝડપાયેલી મહિલા અગાઉ અમરોલી પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે.
શહેરના અઠવાલાઇન્સની વનિતા વિશ્રામ સ્કુલના આચાર્ય જ્યોતિકા અનીલ રામનાની (ઉ.વ. 38) ગત 28 જુને માતાનું અવસાન થતા પતિ સાથે વતન રાજસ્થાન જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન કબાટની તિજોરીમાંથી 2.15 લાખના દાગીના ગાયબ હોવાથી ચોંકી ગયા હતા. જો કે 17 જુલાઇએ પરત આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે ફ્લેટ નં. એ/402 માં રહેતા સંગીતા શાહ અને એફ/403 માં રહેતા પારૂલબેનના ઘરમાંથી પણ દાગીના ચોરી થઇ ગયા છે. જેથી કોઇક પરિચીતે દાગીના ચોરી કર્યાની આશંકા ગઇ હતી અને જ્યોતિકાબેને પુત્રી રાવી (ઉ.વ. 8) ની પૃચ્છા કરી હતી. જેમાં રાવીએ જણાવ્યું હતું કે મહિના અગાઉ એફ/401 માં રહેતા કિરણ આંટી ચોક્લેટનું બોક્સ લઇને આવ્યા હતા અને ચોક્લેટ ગણવા આપી વોશરૂમ જવાનું કહી બેડરૂમમાં ગયા હતા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ દરવાજો ખોલ્યો હતો અને જતા-જતા મમ્મીને જાણ નહીં કરવા કહ્યું હતું. જેથી જ્યોતિકાએ કિરણબેન ધર્મેશ મહેતા વિરૂધ્ધ 2.15 લાખના દાગીના ચોરીની ફરિયાદ મહિના અગાઉ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે કિરણ મહેતાની ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવી ચોરીનો અંદાજે 1 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s