ભાજપ કાર્યકરના દુષ્કર્મનો ભોગ બનેલી ધો.12 ની વિધાર્થિનીનો આપઘાતનો પ્રયાસ


– આરોપી જેલમાં છે પણ મળતિયા પીડિતાને પરેશાન કરે છે

– ઉધનાના વિશાલ ઉર્ફે ભુષણ પાટીલ સામે બે મહિના પહેલા ફરિયાદ કરી હતી : સંબંધી મારફત ધમકી આપતા તરુણીનો જીવન ટૂંકાવવા પ્રયાસ

સુરત, : સુરતના ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યકરના દુષ્કર્મનો ભોગ બનેલી મહારાષ્ટ્રમાં ધો.12 માં અભ્યાસ કરતી તરુણીએ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર તરુણીએ ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભુષણ વિજય પાટીલ વિરુદ્ધ પોણા બે મહિના અગાઉ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ થઈ હતી અને હાલ તે જેલમાં છે. એક ચર્ચા મુજબ ભાજપના કાર્યકરે તેના સંબંધી મારફતે તરુણીને ધમકી આપતા તેણે આ પગલું ભર્યું છે. જોકે, પોલીસ ચોક્કસ કારણ અંગે તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રો તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના વિસ્તારમાં ધો.10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય તરુણીની છેડતીની ઘટનામાં ચાર મહિના અગાઉ ઝડપાયેલા ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભુષણ પાટીલે લોકડાઉનમાં મહારાષ્ટ્રથી સુરત આવેલી અને ધો.12 માં અભ્યાસ કરતી તરુણી સાથે મિત્રતા કરી હતી. બાદમાં તરુણીને પ્રેમજાળમાં ફસાવી ફોટા-વિડીયોના સ્ક્રીન શોટ પાડી બદનામ કરવાની ધમકી આપી સુરત-મહારાષ્ટ્રમાં શરીર સંબંધ બાંધ્યો હતો અને રૂ.20 હજાર પણ પડાવ્યા હતા. આ અંગે ભોગ બનેલી તરુણીએ પોણા બે મહિના અગાઉ ઉધના પોલીસ મથકમાં વિશાલ ઉર્ફે ભુષણ પાટીલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભુષણ વિજય પાટીલ ( રહે. 565, ગાંધીકુટીર, ઉધના, સુરત ) ની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

દરમિયાન, દુષ્કર્મનો ભોગ બનેલી તરુણીએ ગતરાત્રે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઉધના પોલીસને આ અંગે જાણ થતા તે તરુણીનું નિવેદન નોંધવા નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ તે હાલ બેભાન હોય ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, એક ચર્ચા મુજબ ભાજપના કાર્યકરે તેના સંબંધી મારફતે તરુણીને ધમકી આપતા તેણે આ પગલું ભર્યું છે.વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે.

તરૂણીની માતાનો આક્ષેપ : વિશાલનો મિત્ર જ્ઞાન પાટીલ તરુણીનો પીછો કરી ધમકી આપતો હતો

તરૂણીની માતાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આક્ષેપ કર્યો હતો કે વિશાલ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં તરુણીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ વિશાલનો મિત્ર જ્ઞાન પાટીલ તરુણીનો બાઈક પર પીછો કરી તેને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતો હતો. કર્મયોગી સોસાયટીમાં રહેતો જ્ઞાન તરુણી જ્યાં જાય ત્યાં પાછળ જઈ તેને ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. વિશાલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ડિપ્રેશનમાં રહેતી તરુણીએ આથી ગતરોજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું તેની માતાએ જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s