ઓલપાડમાં 6 કલાકમાં 4 ઇંચ, સિટીમાં 1.5 ઇંચ, ઉમરપાડા તાલુકો કોરો

– બપોર બાદ ઉઘાડ નીકળ્યોઃ સુરત જિલ્લાનો કુલ વરસાદ 44 ઇંચ, સૌથી વધુ મહુવામાં 51.04 ઇંચઃ સુરત સિટીનો કુલ 49.64 ઇંચ

   સુરત

ધોધમાર
વરસાદની આગાહી વચ્ચે આજે દિવસના છ કલાકમાં સુરતના ઓલપાડ તાલુકામાં ચાર ઇંચ વરસાદ
ખાબકતા પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. તો અન્ય તાલુકામાં અડધો ઇંચ થી લઇને બે ઇંચ સુધીનો
વરસાદ નોંધાયો હતો. તો ઉમરપાડામાં વરસાદ એકદમ શાંત રહ્યો હતો. બપોર પછી ઉઘાડ
નિકળતા સૌએ રાહત અનુભવી હતી.

ભારે થી
અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા આક્રમક
વરસવાનું શરૃ કર્યુ હતુ. સવારે આઠ વાગ્યા થી લઇને બપોરે બે વાગ્યા સુધીના છ
કલાકમાં એકમાત્ર ઉમરપાડા તાલુકામાં મેઘરાજા શાંત રહ્યા બાદ અન્ય તાલુકામાં મેઘરાજા
ડોકાયા હતા. જેમાં ઓલપાડમાં ચાર ઇંચ
,
ચોર્યાસી, કામરેજમાં ૨ ઇંચ, માંડવી તાલુકામાં ૧ ઇંચ, બારડોલી, પલસાણા, મહુવામાં અડધો ઇંચ વરસાદી પાણી પડયુ હતુ.
જયારે સુરત શહેરમાં પણ બપોર સુધી મેઘરાજા વરસતા રહેતા સરેરાશ દોઢ ઇંચ વરસાદ
નોંધાયો હતો.

બપોર
સુધી મેઘરાજા વરસ્યા બાદ આકાશમાંથી સૂર્યદેવતા પ્રગટ થયા હતા. આજના વરસાદની સાથે જ
સુરત જિલ્લાનો મૌસમનો કુલ વરસાદ ૧૦૯૯૨ મિ.મિ અને સરેરાશ ૪૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ મહુવા  તાલુકામાં ૫૧.૦૪ ઇંચ
, સૌથી ઓછો માંડવી
તાલુકામાં ૨૮ ઇંચ અને સુરત શહેરમાં ૪૯.૬૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરતમાં
કેટલો વરસાદ (ઇંચમાં)

ઓલપાડ      4.0

કામરેજ                2.0

ચોર્યાસી       2.0

માંડવી         1.0

બારડોલી      0.5

પલસાણા      0.5

મહુવા          0.5

<

p class=”12News”>સુરત સિટી    1.5

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s