ઇન્સ્ટાગ્રામ પર ચાર મહિનાના સંર્પક બાદ બર્થ-ડે વીશ માટે બોલાવી તરૂણીની છેડતી


– અમરોલી-છાપરાભાઠા વિસ્તારના મિકેનીકની કરતૂતઃ અશ્લીલ હરકતોથી ડરી ગયેલી ધો. 10ની વિદ્યાર્થીનીએ સ્થળ પરથી ભાગી પિતાને જાણ કરી

સુરત
ઇન્સ્ટાગ્રામ થકી સંર્પકમાં આવેલી અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ધો. 10 ની વિદ્યાર્થીનીને તેના બર્થ ડેના દિવસે વીસ કરવાના બ્હાને મળવા બોલાવી અશ્લીલ હરકત કરનાર ગેરેજ મિકેનીક વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે. પોલીસે ગેરેજ મિકેનીકની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
અમરોલી-છાપરાભાઠા રોડ વિસ્તારમાં રહેતી અને ધો. 10માં અભ્યાસ કરતી વનિતા (ઉ.વ. 15 નામ બદલ્યું છે) ચારેક મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ પર તુષાર વિઠ્ઠલ પટેલ (ઉ.વ. 28 રહે. બી 67, આદર્શનગર સોસાયટી, છાપરાભાઠા) સાથે સંર્પકમાં આવી હતી. શરૂઆતમાં મેસેજ પર વાતચીત દરમિયાન બંનએ એકબીજાને પોતાના મોબાઇલ નંબર આપ્યા હતા અને તેઓ ફોન ઉપર પણ વાતચીત કરતા હતા. આ દરમિયાન તેઓ ત્રણથી ચાર વખત મળ્યા હતા.

પરંતુ ત્યાર બાદ તુષાર વારંવાર વનિતાને મેસેજ અને ફોન કરી મળવા બોલાવતો હતો. ગત રોજ વનિતાનો બર્થ ડે હતો જેથી તેને રૂબરૂમમાં વીશ કરવા માટે ફોન કરી મળવા બોલાવી હતી. જેથી વનિતા મળવા જતા તુષારે તકનો લાભ લઇ અશ્લીલ હરકતો કરી હતી. જેથી વનિતા ડરી જતા પિતાને જાણ કર્યા બાદ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એચ.એલ. કડછાએ તુષારની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તુષાર અપરિણીત છે અને ગેરેજ મિકેનીકનું કામ કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s