સુરત: મંત્રીમંડળની રચના પહેલા શહેરમાં રાજકીય ગરમાટો


– સુરતના હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા, સંગીતા પાટીલ વિવેક પટેલ માંથી કોની પસંદગી?

સુરત,તા.15 સપ્ટેમ્બર 2021,બુધવાર

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ આજે મંત્રીમંડળની રચના થાય તે પહેલા સુરતમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં સુરતના કયા ધારાસભ્યોનો સમાવેશ થશે તે અંગે અનેક અટકળો થઈ રહી છે.

વિજય રૂપાણી સરકારમાં સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીની બાદબાકી નવા મંત્રીમંડળમાં થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેની સાથે સુરતમાંથી કયા ધારાસભ્યની પસંદગી થશે તે માટે અનેક અટકળો ચાલી રહી છે.

કાનાણી પાટીદાર છે અને તેમની જગ્યાએ પાટીદાર મંત્રી તરીકે વિનુ મોરડિયા અને વિવેક પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત સી.આર.પાટીલ ગ્રુપના સંગીતા પાટીલને મંત્રી બનાવશે તેવી પણ જોરમાં ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત પાટીલ ગ્રુપ વિરોધના ગ્રુપના ગણાતા પૂર્ણેશ મોદી પણ મંત્રી બને તેવી જોરદાર ચર્ચા છે.

જ્યારે બીજી તરફ કોરોના કાળ દરમિયાન કામગીરી કરનારા હર્ષ સંઘવી પણ મંત્રીની રેસમાં છે. જ્યારે ઓલપાડના ધારાસભ્યએ ઓબીસીમાં આવતા હોય મુકેશ પટેલ પણ મંત્રી બને તે માટે અનેક પ્રયાસ કરી રહ્યા છે.

નવા મંત્રી મંડળ પહેલા સુરતના કયા ધારાસભ્ય અને મંત્રી બનાવવામાં આવે તે અંગે અનેક ચર્ચા ચાલી રહી છે. જો કે બપોર બાદ સુરતના કયા ધારાસભ્યની મંત્રી તરીકે લોટરી લાગશે તે ખબર પડશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s