સુરતમાં વરસાદના કારણે ડીંડોલી રેલવે ગરનાળામાં પાણી ભરાતા કારણે જનજીવન ખોરવાયું


– ડીંડોલી રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકો અટવાયા

– નોકરીયાતના સમયે રસ્તો બંધ થતાં લોકોની હાલાકી વધી

સુરત,તા.15 સપ્ટેમ્બર 2021,બુધવાર

સુરતમાં આજે વહેલી સવારથી પડી રહેલાં વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાતા જન જીવન પર અસર પડી રહી છે. જ્યાંથી રોજ હજારો લોકોની અવર જવર હોઈ છે તે ડીંડોલી રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. નોકરી ધંધા પર જવાનું હોવાથી લોકોએ મજબૂરીથી ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડી રહયુ છે.

સુરતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદથી ગરમીમાં રાહત છે પરંતુ ગઈ કાલે રાતથી આજે સવાર સુધી વરસાદની ધમાકેદાર બેટિંગથી લોકોની હાલત કફોડી બની ગઈ છે.

વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મૂશ્કેલી વધી છે. તેમાં પણ આજે વહેલી સવારે પડેલા વરસાદને કારણે ડીંડોલી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ ગયા હતા. આ ગરનાળાનો ઉપયોગ કરી હજારો લોકો નોકરી ધંધા પર જતા હોય છે. નોકરી પર પહોંચવાનું હોવાથી લોકો મજબૂરીના કારણે પાણી માંથી પસાર થતા હતા ત્યારે સંખ્યાબંધ લોકોના વાહન બંધ પડી ગયા હતા. દર વર્ષે વધારે વરસાદ પડે છે ત્યારે આવે રેલવે ગરનાળા ઉપરાંત અન્ય જગ્યાની હાલત આવી જ થાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s