લિંબાયતમાં ત્રણ બનાવમાં બે યુવાન અને એક વૃદ્ધાનો આપઘાત

 

– વૃદ્ધાએ
પેટના દુખાવાથી કંટાળીને આપઘાત કર્યાની શકયતા
: બે યુવાનોના આપઘાતનું કારણ અકબંધ

         સુરત :

લિંબાયતમાં  વિવિધ વિસ્તારમાં 22 વર્ષીય યુવાન સહિત
ત્રણ જણાએ આપઘાત કરી જીવન ટુંકાવ્યુ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

<

p class=”12News”>સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં પ્રતાપનગર પાસે રહેતો
22 વર્ષીય  વિશાલ મહેન્દ્ર સોનવણેએ સોમવારે સાંજે ઘરમાં છતના
લાકડા સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તેની માતા ધાગા કટીંગનું કામ કરે
છે. તેના પિતા  કંપનીમાં કોન્ટ્રાકટર પર નોકરી
કરે છે. તે ટેમ્પો ચલાવતો હતો. બીજા બનાવમાં 
શ્રીરામ ચોક સંજયનગરમાં રહેતો
40 વર્ષીય કિરણ લક્ષ્મણ
ઇગડેએ  સોમવારે સવાર થી સાંજ દરમિયાન ઘરમાં
પંખા સાથે સાડી બાંધીફાંસો ખાઇ લીધો હતો. તે 
ટેમ્પા પર મજુરી કામ કરતો હતો. ત્રીજા બનાવમાં પ્રતાપનગરમાં
60 વર્ષીય કમલબેન અંકુશભાઇ સાળંકેએ સોમવારે રાતે ઘરના દાદરના લોખંડની રેલીંગ
સાથે દોરી બાંધી ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. તેને છેલ્લા ચાર-છ દિવસથી પેટમાં દુઃખાવો
થતો હતો.તેથી તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. પણ તપાસ બાદ હકીકત જાણવા મળશે. તેમના
પતિ મજુરી કામ કરે છે. આ ત્રણેય બનાવ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s