રુદ્રાક્ષની સોનાની માળા અને આઈફોન લૂંટી રીક્ષામાં ભાગતા ત્રણ ઝડપાયા


– દેવધ ચેક પોસ્ટ નજીક વેપારીને મારી નાંખવાની ધમકી આપી

– મિત્ર સાથે પગપાળા બાધા પુરી કરવા જતા વેપારીએ બુમાબુમ કરતા ચેક પોસ્ટ પર હાજર પોલીસ, લોકો દોડી આવતા લૂંટારુઓ પકડાયા

સુરત, : કડોદરા હાઈવે સ્થિત માજીસા ધામ મંદિરમાં બાધા પુરી કરવા મિત્ર સાથે પગપાળા જતા પરવત પાટીયાના યુવાન વેપારીને ગતસાંજે દેવધ ચેક પોસ્ટ નજીક મારી નાંખવાની ધમકી આપી રુદ્રાક્ષની સોનાની માળા અને આઈફોન લૂંટી ત્રણ લૂંટારુ રીક્ષામાં ભાગ્યા હતા. જોકે, વેપારી અને તેમના મિત્રએ બુમાબુમ કરતા નજીકની ચેક પોસ્ટ પર હાજર પોલીસ અને લોકો દોડી આવતા લૂંટારુઓ ઝડપાઈ ગયા હતા અને તેમની પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પરવત પાટીયા વ્રજભૂમિ સોસાયટી 2/604 માં રહેતા 30 વર્ષીય નિર્મલભાઈ ઓમપ્રકાશ બુબ રીંગરોડ મીલેનીયમ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. નિર્મલભાઈ ગતસાંજે કડોદરા હાઈવે સ્થિત માજીસા ધામ મંદિરમાં બાધા પુરી કરવા મિત્ર દિનેશ સોની સાથે પગપાળા જતા હતા ત્યારે છ વાગ્યાના અરસામાં દેવધ ચેકપોસ્ટથી થોડે આગળ નિયોલ ગામ તરફ જતા રોડ ઉપર રીક્ષા ( નં.જીજે-5-એવાય-2743 ) તેમની નજીક આવી હતી.પાછળ બેસેલા બંને નીચે ઉતર્યા હતા અને તે પૈકી એકે નિર્મલભાઈના ગળામાંથી રુદ્રાક્ષની સોનાની માળા ખેંચી ઝપાઝપી કરી તમારી પાસે જે પણ કીમતી સામાન છે તે અમને આપી દો નહી તો અહીંયા જ પતાવી દઈશું તેવી ધમકી આપી હતી જયારે બીજાએ તેમના ખિસ્સામાંથી આઈફોન લૂંટી લીધો હતો અને બંને તેમના સાથી સાથે રીક્ષામાં ભાગ્યા હતા.

જોકે, નિર્મલભાઈ અને તેમના મિત્રએ બુમાબુમ કરતા નજીકની ચેક પોસ્ટ પર હાજર પોલીસ અને લોકો દોડી આવ્યા હતા અને લૂંટ કરી ભાગતા રીક્ષા ચાલક રાજુ ઉર્ફે રાજુ ચોટલો મહેશભાઇ પંડયા ( ઉ.વ.૩39, રહે. ઘર નં.117, ક્રુષ્નનગર સોસાયટી, પુણાગામ, સુરત ), અલ્પેશ ચીમનભાઇ સોલંકી ( ઉ.વ.22, રહે. ઘર નં.10, સાંઇનગર, સીતાનગરની બાજુમાં, પુણાગામ, સુરત ) અને કીશનકુમાર રાજુકુમાર મંડલ ( ઉ.વ.28, રહે. ઘર નં.305, નેતલદે પાર્ક સોસાયટી, સીતાનગર ચોકડી પાસે, પુણાગામ, સુરત ) ને ઝડપી પાડી લૂંટેલી રુદ્રાક્ષની સોનાની માળા અને આઈફોન કબજે કર્યો હતો. ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s