યુવાનના મોતની તપાસમાં બેદરકારી બદલ પોલીસ સામે ખાતાકીય પગલા ભરવા કોર્ટનો આદેશ


સુરત


ગણેશ પ્રતિમા કેબલ વાયરને અડતા તૂટેલો વાયર બાઇકસવાર યુવાનના ગળે ભેરવાતા મોત થયું હતુંઃ ઇલેકટ્રોનિક પુરાવા હતા છતા રજૂ કર્યા નહોતા

આજથી
છ વર્ષ પહેલાં ગણેશ પ્રતિમાને ટેમ્પામાં લઈ જતી વખતે પ્રતિમાને કેબલનો વાયર અડી
જતાં મોટર સાયકલ સવાર યુવાનનું મોત નિપજવાના કેસમાં ઉમરા પોલીસના તપાસ અધિકારીએ
તપાસમાં બેદરકારી દાખવતા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ  કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ
કર્યો છે.પરંતુ ઈલેકટ્રોનિક્સ પુરાવા હોવા છતાં રેકર્ડ  સત્ય ન લાવી બેદરકારી દાખવનાર તપાસ અધિકારી
વિરુધ્ધ સુપ્રિમ કોર્ટના પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ ખાતાકીય તપાસનો આદેશ કોર્ટે
કર્યો છે.

આજથી છ
વર્ષ પહેલાં  તા.12-9-15ના રોજ આરોપી ધીરજ
ક્રિષ્ણાનંદ તિવારી ગણેશ પ્રતિમાને આઈસર ટેમ્પામાં લઈ બેદરકારીથી ડ્રાઇવીંગ કરતા
હતા. ત્યારે શ્રીજી પ્રતિમાની ટોચનો ભોગ કેબલના વાયરને અડકી જતાં વાયર તુટીને મોટર
સાયકલ પર જઈ રહેલા પરવેઝ ખાનને ગળામાં ભેરવાઈ જતા મોત થયું હતું. તેના પિતા
અબ્દુલગફાર હબીબ ખાને આરોપી ધીરજ તિવારી વિરુધ્ધ ઈપીકો-૩૦૪ (ક)૨૭૯ તથા મોટર વ્હીકલએક્ટના
ભંગ બદલ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આજરોજ આ
કેસની અંતિમ સુનાવણીમાં આરોપીના વિશેષ નિવેદનમાં બચાવપક્ષે જણાવ્યું હતું કે
, એક વર્ષ બાદ હાલની
ખોટી ફરિયાદ આપી ચાર્જશીટ રજુ કર્યું છે. તપાસ અધિકારીએ ખોટી રીતે પંચનામું કરી
સ્વતંત્ર સાક્ષીઓના નિવેદન લીધા નથી. ગુનાના મુદ્દામાલ વાયર કે ડીવીડી કેસેટ
પંચનામાની રૃએ પંચોની હાજરીમાં સીલ કર્યું નથી. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા
તથા બચાવપક્ષની રજૂઆતોને માન્ય રાખી આરોપી ધીરજ તિવારીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા
હુકમ કર્યો હતા

અલબત્ત
કોર્ટે સુપ્રિમ કોર્ટે અંકુશ મારૃતિ શીંદે વિ.સ્ટેટ ઓફ મહારાષ્ટ્રમાં ચૂકાદા મુજબ
જો તપાસના કારણે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવે તેવા કેસને અલગ તારવી
ખાતાકીય ઈન્કવાયરી માટે મોકલવા નિર્દેશ આપ્યો છે. જેથી કોર્ટે જણાવ્યું હતું કે
તપાસ અધિકારીએ ઈલેકટ્રોનિક્સ પુરાવો હોવા છતાં સત્ય હકીકત રેકર્ડ પર આવે તે બાબતે
દરકાર કરી છે. જેથી સુરત પોલીસ કમિશ્નરને તપાસ અધિકારી વિરુધ્ધ તપાસમાં બેદરકારી
દાખવવા બદલ પગલાં લઈ ખાતાકીય કાર્યવાહીની કોર્ટને જાણ કરવા નિર્દેશ આપ્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s