ગણેશોત્સવમાં ભક્તિ સાથે સેવાની સરવાણી : ગણેશભક્તો દ્વારા રક્તદાન

– કોરોના બાદ ગણેશોત્સવમાં રક્તદાન
કેમ્પમાં
20થી 30 ટકાનો ઘટાડો : સ્વૈચ્છિક
રક્તદાન માટે અપીલ કરાઇ

        સુરત :

  કોરોના કાળથી સુરત શહેરમાં રક્તની અછત વર્તાઈ
રહી છે. તેવા સમયે શહેરીજનો ફક્ત ગણપતિ બાપાની ભક્તિ નથી કરતા પણ સાથે સાથે
સેવાકીય પ્રવૃત્તિ પણ કરીને સાચા અર્થમાં પર્વની ઉજવણી કરે છે.  શહેરમાં કેટલાક સેવાભાવીઓ તથા સંસ્થાઓ દ્વારા
ગણેશોત્સવ દરમિયાન રક્તદાન શિબિરના આયોજન ગોઠવવામાં આવ્યા છે.

 કોરોના કાળમાં સુરત શહેરમાં રક્તદાન શિબિરનું
આયોજન એકદમ ઓછું  થઈ ગયું છે. આવા
સંજોગોમાં વિવિધ ગૃપના રક્તની અછત હોવાથી થેલેસેમિયા
, બ્લડ કેન્સર, સિકલસેલ  એનેમીયા સહિતના દર્દીઓને
મુશ્કેલીઓ પડી રહી છે. જેથી શહેરીજનોને વિવિધ બ્લડ બેંકોમાં રક્તદાન કરવા  માટે આગળ આવવા બ્લડ બેંકના ડોક્ટરો દ્વારા અપીલ
કરવામાં આવી રહી છે. સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના નિતેશભાઇ મહેતાએ
જણાવ્યું હતું કે આ વર્ષે પણ ગણેશ ઉત્સવ દરમ્યાન શહેરનાં વિવિધ સ્થળોએ ૨કતદાન
શિબિરનાં આયોજનો થયા છે. આગામી દિવાળી વેકેશન દરમિયાન શહેરમાં રક્તની અછત નહિ
સર્જાય તે માટે પણ દિવાળી પહેલા રકતદાન શિબિરનાં અગાઉથી આયોજનો ગોઠવવામાં આવે  એ જરૃરી છે. 
નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કના ડો. મયુરભાઈ જરગ તથા સ્મીમેર હોસ્પિટલના
ડો. અંકિતાબેન અને  લોક સમર્પણ બ્લડ
બેન્કના ડો. સુભાષ ભાઈ ખેનીએ જણાવ્યું હતું કે પહેલા કરતા લોકોમાં ઓછો ઉત્સાહ
હોવાથી ગણેશોત્સવમાં  રકતદાન કેમ્પમાં
20 થી30 ટકા 
ધટાડો થઇ ગયો  છે. જેને કારણે
શહેરમાં લોહીની અછત વર્તાઈ રહી છે. જોકે શહેરની ઘણી સેવાભાવી સંસ્થાઓને અને
સ્વૈચ્છિક રક્તદાતાઓ રક્તદાન કરતા હોવાથી થોડી તકલીફમાં ઘટાડો થયો  છે.

 – ગણેશ
ઉત્સવમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક રકતદાન શરૃ

<

p class=”12News”>સુરતમાં
ગણેશ ઉત્સવ દરમિયાન ભીમપોરના રાધાકૃષ્ણ યુવક મંડળ
, પાલનપુર પાટિયાના નવદુર્ગા
ગૃપ
, ડુમસના કાદી ફળિયા યુવક મંડળમોટા મંદિર યુવક મંડળ, ઈચ્છાનાથ યંગ સિટીઝન ગૃપ, વેસુ, રૃદરપુરા, વરાછા ખાતે કેમ્પ થઇ ચૂકયા છે. આ સિવાય રાંદેરના
તારવાડીના વાસ્તવ ગૃપ
, ગોડાદરાના પ્રતાપ ચોક પાસે,તેનાગામ, ભીમપોરના કે. પી. સ્ટ્રીટ યુવક મંડળ,
ભીમપોરના શક્તિ મંડળ, સૈયદપૂરામાં ધોબી સ્ટ્રીટમાં
શાંતિ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ

ભટારના ઓરોવિલ યુવક મંડળ, લંબે હનુમાન રોડ
અને વરાછા ખાતે  ગણેશ ભક્ત અને સેવાભાવીઓ દ્વારા
ગણેશ ઉત્સવમાં કેમ્પો યોજાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s