કોરોના બાદ ચાલુ વર્ષમાં હીરા કારીગરોના વેતનમાં 20 થી 30 ટકા વધારો થયો

-સરેરાશ
પગાર રૃા.
30 હજાર આસપાસ થયો, જોકે, ઘણાં કારીગરો
રૃા.
60 હજાર કે રૃા.15 હજાર પણ મેળવે છે

સુરત,    

છેલ્લાં
પાંચ દશકામાં હીરાના કારીગરોના પગાર સૌથી વધુ આ વર્ષમાં
2021માં કોરોના પછી વધ્યાં
છે. એકસાથે રુ
5 થી 10 હજારનો વધારો થયો
હોય તો આ પહેલું વર્ષ છે. જોકે
, કામ બાબતે દુર્લક્ષ્યતા કે આળસુ
વૃત્તિ દાખવનારાઓનાં પગારમાં કોઈ વધારો નથી
, એ પણ એક હકીકત છે.

હીરા
ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજીનો વપરાશ વધ્યો તે સાથે મોટાભાગના ઉદ્યોગકારોએ એવું
નક્કી કર્યું કે
, જો ટેકનોલોજી તરફ આગળ વધવું હોય તો કારીગરોને સંપૂર્ણ વળતર આપવું પડશે.
કારીગરોને રાખવા હોય તો
, તેમનું પગારધોરણ વધારવું પડશે,
એમ કતારગામ વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ એકમ ધરાવતાં એક કારખાનેદારે
વાતચીતમાં કહ્યું હતું.

ધંધાને
જ વ્યવસ્થિત આગળ વધારવો હોય તો કારીગર વગર ચાલવાનું નથી. કારીગર નહીં હોય તો ધંધો
કેવી રીતે થઈ શકે
? અને તેથી મોટા ઉદ્યોગકારોએ કારીગરોને રાખવા હોય તો રુ. 30 હજારથી વધુનો પગાર ચૂકવવો પડશે, એવું નક્કી કર્યું
હતું. કેમકે હવે
20-25 હજાર પગારમાં કારીગર સુરતમાં રહી નહી
શકે.

હીરાના
એકમમાં કામ કરતાં કારીગરનો સરેરાશ પગાર રુ.
30 હજાર આસપાસ થઇ ગયો છે. જોકે, ઘણાં કારીગરો રુ. 60 હજાર કે રુ. 15 હજાર પણ મેળવે છે, તેની ના નથી. રુ.15 હજાર કારીગર તેનાં લક્ષણને કારણે
મેળવે છે. થોડાં થોડાં સમયે ચા પીવા માટે ફેક્ટરીની બહાર જવું કે કામકાજના સમયમાં
મોબાઈલ પકડીને બેસી રહેવું અને ફેક્ટરી ઉપર સવારે વહેલાં નહીં આવવું. આવાં લક્ષણો
ઘણાં કારીગરોના છે.
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s