કોરોના કેસ બેથી 6 થતા રૃા.1.17 કરોડના ગ્લોવ્સ ખરીદવા તૈયારી


ઉત્તરાખંડની
પેરેડાઇઝ એજન્સી પાસે પ્રતિ પેર રૃા.7.56ના ભાવે ગ્લોવ્સની 15.60 લાખ પેર ખરીદવા દરખાસ્ત

સુરત,

કોરોનાની બીજી લહેર લગભગ સમાપ્ત
થઇ છે અને હાલમાં સુરતમાં પાંચ-સાત કેસ આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની વાત વચ્ચે
મ્યુનિ. રૃા.1.17 કરોડના ખર્ચે ૧૫.૬૦ લાખ પેર ગ્લોવ્સ ખરીદવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં
દૈનિક પંદર હજાર ટેસ્ટ કરાઇ રહ્યા છે છતા મ્યુનિ.ને ત્રીજી  લહેરનો ભય સતાવી રહ્યો છે.

<

p class=”12News” style=”text-align:justify;”>સુરતમાં પંદરેક દિવસ પહેલાં કોરોનાના
એક કે બે જ કેસ આવતાં હતા. હાલમાં તે પાંચ-સાતની સંખ્યા પર પહોંચતા હવે મેડિકલ સાધનોની
ખરીદી શરૃ કરવા કવાયત શરૃ થઇ ગઇ છે. તેમાં સર્જીક્લ ગ્લોવ્સનો મોટો જથ્થો એકસાથે ખરીદી
લેવા નિર્ણય કરાયો છે. મ્યુનિ. તંત્રના મતે સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા આ આગોતરું
આયોજન કરાયું છે. તે માટે હાલમાં મીડિયમ સાઇઝના એક્ઝામીનેશન ગ્લોવ્સ ખરીદવા ટેન્ડર
બહાર પડાયા હતા. જેમાં 18 એજન્સીના ટેન્ડર મળ્યા હતા. તે પૈકી ત્રણ એજન્સી ક્વોલીફાઇ
થઇ હતી. અને તેમાં ગ્લોવ્સની પેર દીઠ રૃા.7.56ની કિંમત ઓફર કરનાર ઉત્તરાખંડની પેરેડાઇઝ
એક્સપર્ટ એજન્સીને કામગીરી સોંપવા સ્થાયી સમિતિને દરખાસ્ત કરવામાં આવી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s