ઉકાઇ ડેમમાં 28 હજાર ક્યુસેક આવક સામે 98 હજાર ક્યુસેક છોડી પોણો ફુટ સપાટી ઘટાડાઇ

– હાલની 340.63 ફુટની સપાટી 340 સુધી લઇ જવાશેઃ ઉપરવાસમાં સામાન્ય
વરસાદ
હથનુર
ડેમમાંથી
15 હજાર ક્યુસેક પાણી છોડાયું

       સુરત

ઉકાઇ
ડેમના કેચમેન્ટમાં વરસાદ સાવ ધીમો પડયો છે. તેમ છતા સતાધીશો કોઇ પણ જોખમ ઉઠાવવા માંગતા
નહીં હોઇ તેમ આજે ડેમમાં પાણીની આવક ઘટીને
28,000 કયુસેક થઇ હોવા છતા ડેમના 10 દરવાજા ખોલીને 98,000 કયુસેક પાણી છોડવાનું ચાલુ રાખીને
સપાટી વધુને વધુ નીચી લઇ જવામાં આવતા છેલ્લા ૧૯ કલાકમાં  સપાટીમાં પોણો ફૂટનો ઘટાડો થયો છે. હજુ પણ સપાટી
340 ફૂટ સુધી લઇ જવાશે.

ઉકાઇ ડેમના
કેચમેન્ટના ૫૧ રેઇનગેજ સ્ટેશનમાં આજે દિવસના ગીધાડેમાં
1.5 ઇંચ, સરનખેડામાં 1 ઇંચ, ટેસ્કા,
શિરપુર, નંદરબાર, અક્કલકુવા,
તલોદામાં અડધો ઇંચ સહિત કુલ 192 મિ.મિ વરસાદ નોધાયો
છે. આ સાથે જ હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દઇને
15,000 કયુસેક કરી દેવાયુ છે. આમ સામાન્ય વરસાદ નોંધાતા ઉકાઇ ડેમમાં આજે આખો દિવસ
સરેરાશ
28,000 કયુસેક ઇનફલો ઠલવાયો હોવાથી પરિસ્થિતિ એકદમ અંડર
કંટ્રોલમાં છે. તેમ છતા સતાધીશો શહેરીજનો માટે જરાપણ રીસ્ક લેવા માંગતા ના હોઇ તેમ
સોમવારની મધરાતથી જે
98,000 કયુસેક પાણી છોડવાની શરૃઆત કરી હતી.
તે પાણી આજે અવિરત ગતિએ છોડવાનું ચાલુ જ રાખ્યુ છે. અને સંભવત મંગળવારની રાત્રી ના
પણ પાણી છોડવાનુ ચાલુ રાખીને સપાટી
340 ફૂટ સુધી લઇ જવાનું આયોજન
કરાયુ છે.

દરમ્યાન
૨૮
,૦૦૦
કયુસેક આવકની સામે
98,000 કયુસેક પાણી છોડાતા સોમવારની
રાત્રીના
11 વાગ્યે સપાટી 341.39  ફૂટથી જે ઘટાડો શરૃ થયો હતો. તે ઘટાડો આજે મોડી
સાંજે છ વાગ્યે થતા
19 કલાકમાં પોણો ફૂટ ઘટીને 340.63 ફૂટ નોંધાઇ હતી. આમ હાલ સતાધીશો ઉકાઇ ડેમના હાઇએલર્ટ લેવલ 340.84 ફૂટની અંદર સપાટી લઇ આવ્યા છે. અને હજુ પણ ઘટાડો ચાલુ જ રાખીને રૃલલેવલ
સુધી સપાટી લઇ આવવાનું આયોજન કરાયુ છે. ઉકાઇ ડેમની ભયજનક સપાટી
345 ફૂટ અને રૃલલેવલ 340 ફૂટ છે. 

ઉકાઇ ડેમની
સાંજે છ વાગ્યાની સ્થિતિ

ભયજનક સપાટી ૩૪૫ ફૂટ

રૃલલેવલ     340 ફૂટ

સપાટી      340.63 ફૂટ

ઇનફલો   28,000 કયુસેક

આઉટફલો 98689 કયુસેક

ચાર હાઇડ્રો 22280 કયુસેક

10 ગેટમાંથી 75309 કયુસેક

કેનાલમાંથી
1100 કયુસેક

હાલ સ્ટોરેજ 6636 એમસીએમ

<

p class=”12News” style=”margin:0 5.65pt .0001pt;”>હથનુર    15,000 કયુસેક 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s