અમરોલીના બાંધકામ કોન્ટ્રાક્ટરના આપઘાત પ્રકરણમાં ચાર વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ


– 4 લાખના બાકી પેમેન્ટ માટે ધક્કે ચઢાવી જાતિ વિષયક અપશબ્દો કહી અપમાનિત કરતા હોવાથી 10 દિવસ પહેલા ફાંસો ખાધો હતો

સુરત
અમરોલી ક્રોસ રોડ વિસ્તારમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટરને 4 લાખના બાકી પેમેન્ટ માટે વાયદા પર વાયદા કરી ધક્કે ચઢાવી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી મોત વ્હાલું કરવા મજબૂર કરનાર ચાર વિરૂધ્ધ અમરોલી પોલીસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાય છે.

અમરોલી ક્રોસ રોડ વિસ્તારમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર મકનજી પરમાર (ઉ.વ. 44 નામ બદલ્યું છે) એ ગત તા. 4 ના રોજ રહેણાંક મકાનના ધાબા પર હુક સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૂળ રાજકોટ જિલ્લાના રહેવાસી મકનજી પરમારે આપધાતનું પગલું ભરતા પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવાર શોકમગ્ન થઇ ગયું હતું. આ ઘટનામાં અમરોલી પોલીસે જે તે વખતે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ અંતર્ગત પોલીસે કોન્ટ્રાક્ટર મકનજીની પત્ની અને બે પુત્ર અને એક પુત્રીની પુછપરછ કરી હતી. જેમાં મકનજીભાઇએ જાન્યુઆરી 2021 માં તેમના પરિચીત એવા ચંદુભાઇ ઉર્ફે સી.એમ, પુનાભાઇ, રવજી ધોલકીયા અને ધનસુખ નામની વ્યક્તિના મકાનનું બાંધકામ કર્યુ હતું.

બાંધકામની મજૂરી સહિતના અંદાજે 4 લાખ રૂપિયા ઉપરોકત ચારેય પાસે લેવાના હતા. પરંતુ તેઓ બાકી પેમેન્ટના 4 લાખ રૂપિયા આપવા વાયદા પર વાયદા કરી ધક્કે ચઢાવ્યા હતા અને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી અપમાનીત કરતા હતા. જેથી મકનજી પરમાર માનસિક તાણમાં રહેતા હતા અને પેમેન્ટ બાકી હોવાથી આર્થિક સંક્ડામણ અનુભવી રહ્યા હતા. જેને પગલે મકનજીભાઇએ ઉપરોકત ચારેય જણાએ બાકી પેમેન્ટ માટે ધક્કે ચઢાવી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારતા મોત વ્હાલું કર્યાની સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s