સ્વર્ગમાં ઈન્દ્ર, ભારતમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભુપેન્દ્રની સરકાર ઃ બા રીટાયર્ડ નથી થયા


બંધ બાજીમાં ભુપેન્દ્રનું નામ હતુ અને અનેક જાણીતા નામોના
વ્હેમમાં રમતા ગયા ઃ નીતિન પટેલ અડવાણીની ગુજરાત આવૃત્તિ હોવાની કોમેન્ટ

સુરત,

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે
અમદાવાદના ભુપેન્દ્ર પટેલની જાહેરાતની સાથે જ સોશિયલ મીડિયા  વિવિધ કોમેન્ટથી ઉભરાઈ રહી છે.  જેમાં સ્વર્ગમાં ઈન્દ્ર, ભારતમાં નરેન્દ્ર અને ગુજરાતમાં  ભુપેન્દ્રની સરકાર જેવા સ્લોગન સૌથી વધુ વાયરલ થયા
હતા. આ ઉપરાંત અનેક એવી કોમેન્ટ થઈ હતી કે લોકોમાં મજાક જેવી બની ગઈ હતી.

<

p class=”12News” style=”text-align:justify;”>વિજય રૃપાણીએ મુખ્યમંત્રી તરીકે
રાજીનામું આપ્યાના બીજા દિવસે અચાનક જ ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતાંની સાથે
જ લોકોની સાથે અનેક નેતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા અને ટીવીમાં ગુજરાતના
મુખ્યમંત્રી તરીકે અનેક નામો ચર્ચામાં હતા. પરંતુ ભાજપની નેતાગીરીએ ૨૦૧૭માં પહેલીવાર
ધારાસભ્ય બનેલા અને આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાતા ભુપેન્દ્ર પટેલ પર પસંદગીનો કળશ
ઢોળતાં સોશિયલ મીડિયામાં જાતજાતની કોમેન્ટ શરૃ થઈ ગઈ છે. રેસમાં જે ઘોડો ન હોય એ જ
જીતે તો સમજવું કે આ રેસ બે ગુજ્જુઓ દ્વારા આયોજીત હતી. આનંદીબેન અને અમિત શાહ મતભેદ
દુર રાખી એક થયાં અને ભુપેન્દ્ર પટેલને લોટરી લાગી. ભુપેન્દ્ર ભાઈ ભણેલા તો છે પણ રિમોર્ટનું
શું કરવાનું છે ? નામ જાહેર થાય તે પહેલાં એવી પણ કોમેન્ટ ચાલતી હતી કે, દુકાનમાં બાઘો
બેસે કે નટુકાકા, માલિક તો જેઠાલાલ જ રહેશે. પરંતુ નામ જાહેર થયાં બાદ સૌથી વધુ કોમેન્ટમાંથી
એક કોમેન્ટ એવી હતી કે સ્વર્ગમાં ઈન્દ્ર, ભારતમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભુપેન્દ્રની
સરકાર. ત્યાર બાદ રૃનું પાણી કાઢ્યું અને ભુ આવ્યું તેવી પણ કોમેન્ટ હતી. આપણે તો ત્યાંના
ત્યાં જ રહ્યા ગુજરાતમાં રૃપો ગયો અને ભુપો આવ્યો. બંધ બાજીમાં ભુપેન્દ્રનું નામ હતું
અને અનેક જાણીતા નામોના વ્હેમમાં રમતા ગયાં. આ ઉપરાંત નીતિન પટેલ કપાતા કેટલાકે અડવાણીને
યાદ કરીને નીતિન પટેલ અડવાણીની ગુજરાતી આવૃત્તિ હોવાની કોમેન્ટ પણ કરી હતી. ગુજરાતના
રાજકારણમાં બેન બાની એન્ટ્રી થઈ ગઈ છે, બા રીટાયર્ડ નથી થયાં. ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી
બન્યા બાદ સૌથી વધુ ખુશ કોણ? વિજયભાઈ રૃપાણી. આ સાથે એવી પણ કોમેન્ટ છે કે, ફઈ બાનો
આદેશ કે પછી 2017નો બદલો? આવી અસંખ્ય કોમેન્ટ સાથે ભાજપના કાર્યકરોએ અભિનંદનનો ધોધ
વરસાવ્યો, જ્યારે બિન ભાજપીઓએ કટાક્ષ કરતાં મેસેજનો ઢગલો કર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s