સુરત: સ્ટેન્ડ-અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ 4 વર્ષ પૂર્વે અરજી મંજુર થઇ છતાં હજુ સબસીડી મળી નથી

સુરત,તા 13 સપ્ટેમ્બર 2021,સોમવાર

સ્ટેન્ડ અપ ઇન્ડિયાની સ્કીમ હેઠળ સબસિડી મેળવવા માટે વર્ષ 2018માં અરજી મંજૂર થઇ ગયા બાદ પણ 4 વર્ષથી સબસિડી મળી નથી, એવી એક રજૂઆત ટેક્સટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રસાદ સિંઘની ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગમાં કરવામાં આવી હતી. અન્ય એક ઉદ્યોગકારે જીએસટી ચેઇનમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

ભારતમાં સિલ્કનું યાર્ન તૈયાર કરવા માટે આવશ્યક કુશળતા નથી. આ કુશળતા ચાઇના પાસે છે અને ચાઇનાથી સિલ્ક યાર્ન આયાત થાય છે. આથી તેના ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવી નહીં જોઇએ, એવી રજૂઆત ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ કરી હતી.

ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીએ જણાવ્યું હતું કે, ટફની સબસિડી માટે રૂ. 700 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું, જેમાંથી રૂ 150 કરોડનું ફંડ વપરાઇ ગયું છે. જરૂરિયાતમંદોને ટફની સબસિડી મળી રહે તે અંગે કામગીરી ચાલી રહી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ગતરોજ ભારત સરકારના ટેકસટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રસાદ સિંઘ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી સાથે ઉદ્યોગકારોની મિટીંગ યોજાઇ હતી. જેમાં ઉદ્યોગકારોએ એન્ટી ડમ્પીંગ ડયૂટી અને ટફની સબસિડી સહિતના વિવિધ મામલે રજૂઆતો ટેકસટાઇલ મંત્રાલયના બંને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s