સુરત: સરકારે કોરોના મૃતકોના આંકડા છુપાવવાનો કોંગ્રેસોનો આક્ષેપ


– કોંગ્રેસની આ યાત્રામાં ગુજરાતના ચાર ઝોનમાં 22815 ફોર્મ ભરાયા

– અમદાવાદમાં “નમસ્તે ટ્રમ્પ” અને સુરતમાં “નમસ્તે ભાઉ” ના કાર્યક્રમથી કોરોનાનું સંક્રમણ વધુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

સુરત,તા.13 સપ્ટેમ્બર 2021,સોમવાર

કોરોનાની મહામારી બાદ કોંગ્રેસની ન્યાય યાત્રામાં બે અઠવાડિયામાં 20000થી વધુ પરિવારોની મુલાકાત લીધી હોવાનો દાવો કરાયો છે. જેમાં ગુજરાતના ચાર ઝોનમાં 21115 પરિવારોએ આ ન્યાય યાત્રામાં ફોર્મ ભર્યા છે.

કોંગ્રેસની બે અઠવાડીયાની ન્યાય યાત્રા બાદ આજે સુરતમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તંત્રની લાપરવાહીના કારણે ગુજરાતમાં 2,81,000 નાગરિકોએ જીવ ગુમાવ્યાનો સર્વેની વાત મૂકવામાં આવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે બે અઠવાડીયાની આ યાત્રામાં વીસ હજાર કરતા વધુ પરિવારો ની મુલાકાત લેવામાં આવી છે. કોરોનામાં જે પરિવારોએ સ્વજનને ગુમાવ્યા છે તેઓને ન્યાય આપવા માટેની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં “નમસ્તે ટ્રમ્પ”ના કાર્યક્રમથી ગુજરાત કોરોનાની મહામારી ફેલાઈ હતી. ત્યાર બાદ સુરતમાં “નમસ્તે ભાઉ”ના કાર્યક્રમને કારણે સંક્રમણમાં વધારો થયો છે. મહામારીમાં સરકાર વારંવાર આંકડા છુપાવતી હોવા સાથે મૃતકોના આંકડા પણ છુપાવ્યા છે. સરકાર જેવી રીતે કામ કરે છે તેનાથી ગુજરાતના નાગરિકોની શારીરીક માનસિક અને સામાજિક સ્થિતિને મોટું નુકસાન થયું છે તેથી હાઇકોર્ટે અવલોકન કરવો પડ્યો છે.

અવાજ ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે કોવિડથી મૃત્યુ પામેલા દરેક ઘટના પરિવારને 4 લાખનું વળતર આપવાની માગણી કરી છે. આ સાથે સારવાર લઈ ચૂકેલા દર્દીઓના હોસ્પિટલના ખર્ચની ચુકવણી, સરકારની નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોઈથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનને કાયમી નોકરીની માંગણી કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s