સુરત: સચિન કંસાડમાં ખંડેરવાળી રૂમમાંથી આઘેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો


– દુર્ગંધ આવતા ઘટના સામે આવી, પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યો

સુરત,તા.13 સપ્ટેમ્બર 2021,સોમવાર 

સચિન કંસાડ ખાતે આવેલ એક ખંડેરવાળી રૂમમાંથી ગઈ કાલે સાંજે એક આઘેડનો કોહવાય ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે મૃતદેહ દુર્ગંધ આવવા લાગતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન કંસાડ ખાતે આવેલ ઉમંગ રેસીડેન્સી સામે આવેલ એક ખંડેરવાળી રૂમમાંથી ગત સાંજે દુર્ગંધ આવતી હતી તેથી ઉમંગ રેસીડેન્સીના સિક્યુરિટી ગાર્ડ સહીત સ્થાનિક લોકોએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને રૂમમાં તપાસ કરતા એક યુવકનો કોહવાયેલી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ટી-શર્ટ અને ચશ્માના આધારે અને તપાસ દરમિયાન મૃતકની ઓળખ કલ્પેશકુમાર બિપીનચંદ્ર પારેખ (ઉ.વ.47) તરીકે કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવકને દારૂ પીવાની કુટેવ હતી.

દારૂની કુટેવને કારણે ઘણા વર્ષથી પત્ની અને બાળક પણ તેને છોડીને ચાલ્યા ગયા હતા, ત્યારથી જ તે એકલો રહેતો હતો.સચિન વિસ્તારમો રહેતો અને સચિન ફેક્ટરીમાં નોકરી કરતા હતા તેનો ભાઈ તેને જમવાનું પણ પહોંચાડતો હતો.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે, રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. આ અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s