સુરત: શહેરમાં વરસાદની સાથે જુના અને જર્જરિત મકાનો ધરાશાયની ઘટનાઓ યથાવત


– મોરાભાગળમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થતા 5 વાહનો દબાયા

સુરત,તા.13 સપ્ટેમ્બર 2021,સોમવાર 

શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મહેરબાન છે. વરસાદને પગલે શહેરમાં ઠેર-ઠેર એવલા જુના અને જર્જરિત મકાનો પડવાની તેમજ ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવા સમયે આજે સવારે પણ મોરાભાગળ ખાતે આવેલ એક જૂનું અને જર્જરિત મકાનનો ભાગ ધરાશાય થઇ જતા હાજર લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી જયારે બીજી બાજુ ત્યાં પાર્ક કરેલા પાંચ વાહનો દબાઈ ગયા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરસતા વરસાદમાં આજે સવારે મોરાભાગળ ફાયર સ્ટેશનની બાજુમાં જ આવેલ લાકડાનું જૂનું અને જર્જરિત થઇ ગયેલ એક મકાનની દીવાલ, ગેલેરી અને પતરાં સહિતનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. મકાનનો કાટમાળ પડતા જ સ્થળ ઉપર હાજર લોકો તેમજ સ્થનિકોમાં અફડાતડી મચી ગઈ હતી. જ્યારે મકાનની નીચે પાર્ક કરેલ સ્પ્લેન્ડર સહિત પાંચ બાઈકો દબાઈ જતા તેમને નાનું મોટું નુકશાન થયું હતું. જોકે બાજુમાં જ મોરાભાગળ ફાયર સ્ટેશન હોવાથી ફાયર કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાટમાળ નીચે દબાયેલા વાહનો બહાર કાઢ્યા હતા તેમજ કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

ઘટના અંગે જાણ કરવામાં આવતા પાલિકના જે તે ઝોનના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને જર્જરિત થઇ ગયેલ ભાગને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.મકાન જૂનો અને જર્જરિત થઇ ગયો હોવાથી ત્યાં કોઈ રહેતું નહીં હતું જેથી ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s