સુરત: માનદરવાજા પદમાનગર પાસે શાકભાજીની લારી ચલાવતા યુવાન પર સામાન્ય ઝઘડામાં જીવલેણ હુમલો


– બે સ્થાનિક યુવાનોએ તલવારથી હુમલો કરતા યુવાનની હાથની આંગળી કપાઈ ગઈ

સુરત,તા.13 સપ્ટેમ્બર 2021,સોમવાર

સુરતના માનદરવાજા પદમાનગર પાસે શાકભાજીની લારી ચલાવતા યુવાન પર બે દિવસ અગાઉ બે સ્થાનિક યુવાનોએ સામાન્ય ઝઘડામાં તલવારથી હુમલો કરતા યુવાનની હાથની આંગળી કપાઈ ગઈ હતી. યુવાનના માસીયાઈ ભાઈએ તેને બચાવવા પ્રયાસ કરતા બંનેએ તેના પેટ પર પણ તલવાર અડાડી વચ્ચે નહીં પડવા ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના માનદરવાજા પદમાનગર ગલી નં.17 ઘર નં.930 માં રહેતો 20 વર્ષીય સોયેબ ઇમરાનખાન પઠાણ માનદરવાજા ખાતે શાકભાજીની લારી લઈ ઉભો રહે છે. ગત શનિવારે સવારે 11.45 કલાકે તે તેના માસીયાઈ ભાઈ રઈશ શેખ અને આસીફ શેખ સાથે માનદરવાજા ખાડી પાસે નવા રોડ પર ઉભો હતો ત્યારે તેના મહોલ્લામાં રહેતા ભૂષણ અને ગુડિયા સોનવણે તેમની પાસે આવ્યા હતા. ગુડિયાએ સોયેબને તું મેરે છોટે કો મારેગા? તેમ કહી ગાળો આપતા તેમની વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ત્યારે ભૂષણ સોયેબને જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. અડધો કલાક બાદ ભૂષણ અને ગુડિયા સોનવણે ત્યાં તલવાર લઈ આવ્યા હતા અને ભૂષણે તલવારથી સોયેબ પર હુમલો કરતા તેણે બચવા જમણો હાથ આડો કર્યો તો તેના જમણા હાથની છેલ્લી આંગળી કપાઇ ગઈ હતી.

તે વખતે રઈશ શેખ સોયેબને બચાવવા વચ્ચે પડતા તેને પણ ગુડીયા સોનવણેએ તલવાર અડાડી પેટના જમણી તરફ ઘસરકો પહોંચાડી સામાન્ય ઇજા કરી હતી અને અમારા બન્ને વચ્ચે નહી પડતો તેવી ધમકી આપી બંને ભાગી ગયા હતા. સોયેબને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આંગળીની સર્જરી બાદ ગતરોજ સોયેબે ભૂષણ અને ગુડિયા સોનવણે વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s