ફિઝીક્સે રડાવ્યા, બાયોલોજીએ હસાવ્યા તો કેમેસ્ટ્રીએ વિદ્યાર્થીઓને મુઝવણમાં મુક્યા

– ગત
વર્ષની સરખામણીમાં પેપર ટફ પુછાતા મેરિટ નીચું જવાની શકયતા

        સુરત

 સુરત કેન્દ્રમાંથી  આજે ૯૫.૭૦ ટકા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી
હતી. ત્રણ કલાકની પરીક્ષામાં ફિઝીકસના પેપરે વિદ્યાર્થીઓને રડાવ્યા તો બાયોલોજીના
પેપરે વિદ્યાર્થીઓને હસાવ્યા હતા
,
જ્યારે કેમેસ્ટ્રીના પેપરે વિદ્યાર્થીઓને મુઝવણમાં મુકયા હતા. ગત
વર્ષની સરખામણીમાં આ વર્ષે પેપર અઘરૃં પુછાતા મેરિટ નીચું જવાની શકયતા શિક્ષણવિદોએ
વ્યકત કરી છે.

મેડિકલ
કોલેજમાં પ્રવેશ માટે આજે લેવાયેલી નીટની પરીક્ષામાં સુરત કેન્દ્રમાં કુલ ૧૨૩૫૩
વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૫૩૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૧૧
,૮૨૨ વિદ્યાર્થીઓએ
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. આમ સુરત કેન્દ્રમાંથી કુલ ૯૫.૭૦ ટકા
વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી. બપોરે ત્રણ થી પાંચના ત્રણ કલાકમાં લેવાયેલી
પરીક્ષામાં ફિઝીકસ અને કેમેસ્ટ્રીના ૧૮૦ માર્કસ અને બાયોલોજીના ૩૬૦ માર્કસનું પેપર
પુછાયુ હતુ. આજના પ્રશ્નપત્રને લઇને શિક્ષણવિદ્ મહેશ સયાણીના જણાવ્યા મુજબ સૌથી
અઘરૃં પેપર ફિઝીકસનું પુછાયુ હતુ. જે વિદ્યાર્થીઓએ ફિઝીકસનું પ્રશ્નપત્ર સૌથી
પહેલા લખવાની શરૃઆત કરી હતી. તે વિદ્યાર્થીઓ માટે જવાબો લખવા માટે સમય ઓછો પડયો
હતો. ખાસ કરીને પ્રશ્નો ફેરવી ફેરવીને પુછાયા હતા. સાથે જ ગત વર્ષે જે પ્રશ્નપત્ર
પુછાયુ હતુ
, તેની સરખામણીમાં આ વર્ષે અઘરૃં પેપર પુછાતા
વિદ્યાર્થીઓએ મુશ્કેલી અનુભવી હતી. કોરોનાના કારણે સિલેબસ ઓછો હોવા છતાં
પ્રશ્નપત્રો અધરા પુછાતા વિદ્યાર્થીઓ મુઝાયા હતા.

ફિઝીકસનું
એનાલીસીસ

નીટની
પરીક્ષાના ત્રણ વિભાગમાં ફિઝીકસના પ્રશ્નો 
સૌથી અઘરા પુછાયા હતા. ૩૭ પ્રશ્નો એનસીઇઆરટી બેઇઝડ હતા. ૧૩ પ્રશ્નો
એનસીઇઆરટી બહારના પ્રશ્નો પુછાયા હતા. સરળ લેવલના ૧૧ પ્રશ્નો પુછાયા હતા. મધ્યમ
અને હાર્ડ લેવલના ૩૭ પ્રશ્નો પુછાયા. સમયસર પ્રશ્નો સોલ્વ કરવામાં સમય ઘટયો હતો.

કેમેસ્ટ્રી
નું એનાલીસીસ

કેમેસ્ટ્રીનું
પેપર એવરેજ પેપર પુછાયુ હતુ. ૬૦ ટકા પ્રશ્નો સરળ
, ૪૦ ટકા પ્રશ્નો
મધ્યમથી હાર્ડ રહ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં કેમેસ્ટ્રી વિભાગ હાર્ડ રહ્યો
હતો. મોટાભાગના પ્રશ્નો એનસીઇઆરટી બેઇઝડ હતા.

બાયોલોજીનું
એનાલીસીસ

<

p class=”12News”>ત્રણેય
વિભાગમાંથી બાયોલોજીનું સરળ અને સ્કોરીંગ પેપર રહ્યુ. એનસીઇઆરટી ટેકસબુક પર આખુ
પેપર પુછાયુ હતુ. ઝુલોજીની સરખામણીમાં બોટોની અઘરૃં રહ્યુ. સમયસર પ્રશ્નો સોલ્વ
કરી શકાય તે પ્રમાણેનું પેપર પુછાયુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s