નવા મંત્રીમંડળમાં સુરતને કેટલો હિસ્સો મળશે ? તે અંગે રાજકીય અટકળો શરૃ


આરોગ્ય મંત્રી કુમાર કાનાણી કોરોનાકાળમાં નિષ્ફળ ગયા હોવાથી બાદબાકી
થવાની ચર્ચા વચ્ચે સુરતના કોઇ ધારાસભ્યને સ્થાન મળે તેવો આશાવાદ

        સુરત,

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર
પટેલની નિમણૂંક થતાંની સાથે જ નવા મંત્રી મંડળમાં સુરતને કેટલો હિસ્સો મળશે ? તે અંગેની
અનેક રાજકીય અટકળ શરૃ થઈ ગઈ છે. નવા મુખ્યમંત્રી આવતીકાલે શપથ લેશે અને બે દિવસ બાદ
મંત્રી મંડળની જાહેરાત કરાશે તેવા સમાચાર સાથે જ સુરતમાં રાજકીય ગતિવિધી તેજ થઈ ગઈ
છે.

<

p class=”12News” style=”text-align:justify;”>ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ
રાજીનામું આપ્યું અને નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત બાદ સુરતના
રાજકારણમાં અનેક અટકળ ચાલી રહી છે. જેમાં સુરતમાં સૌથી વધુ ચર્ચા નવા મુખ્યમંત્રીના
મંત્રી મંડળમાં સુરતંમાંથી કોનો સમાવેશ  થશે?
તે અંગે છે. મુખ્યમંત્રી બદલાઈ તે પહેલાં જ નબળા મંત્રીઓની બાદબાકી થશે અને નવા એક્ટીવ-યુવા
ચહેરાનો સમાવેશ કરવામાં આવશે તેવી ચર્ચા જોરશોરમાં થઈ રહી હતી. હવે ગુજરાતના મુખ્યમંત્રી
જાહેર થઈ ગયાં છે ત્યારે નવા મંત્રી મંડળ અંગેની જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે તેવું
કહેવાય રહ્યું છે. ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને રાજ્ય
કક્ષાના સુરતના આરોગ્યમંત્રી કુમાર કાનાણી નિષ્ફળ ગયાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત
છેક છેલ્લે સુધી રેસમાં નીતિન પટેલ દોડતાં હતા પરંતુ તેઓની સતત ત્રીજી વાર બાદબાકી
કરવામા આવી અને હવે પાટીદાર મુખ્યમંત્રી હોવાથી નાયબ મુખ્યમંત્રી તરીકે પણ બાદબાકી
થાય તેવી અટકળ ચાલી રહી છે. આ સાથે જ કુમાર કાનાણી સહિત ઘણા જુનાજોગીઓની પણ બાદબાકી
થાય તેવી શક્યતા વધી છે. જો કાનાણીની બાદબાકી થાય તો સુરતમાંથી મંત્રી મંડળમાં કોને
પ્રતિનિધિત્વ મળશે ? મહિલા કે પુરૃષ ધારાસભ્ય મંત્રી બનશે ?ે તે અંગે અનેક અટકળ થઇ
રહી છે. આ ઉપરાંત પાટીદાર મંત્રી બનશે કે બિન પાટીદાર કે બિન ગુજરાતી ? તે અંગે પણ
અટકળો શરૃ થઈ ગઈ છે. જોકે, રાજકારણીઓ ખુલીને કશું કહેવા તૈયાર નથી પરંતુ આગામી મંત્રી
મંડળમાં સુરતને સ્થાન મળે તે અંગે આશાવાદ રાખી રહ્યાં છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s