કામરેજમાં 2, ઓલપાડ, માંગરોલ અને ચોર્યાસીમાં 1.5 ઇંચ વરસાદ-

– સુરત સિટીમાં 1, બારડોલી-ઉમરપાડામાં 0.5 ઇંચ

        સુરત

સુરત
જિલ્લામાં મેઘરાજાની શરૃ થયેલી છેલ્લી ઇનિગ્સમાં ધમાકેદાર વરસવાનું ચાલુ રાખતા આજે
દિવસના સુરત શહેર સહિત સમ્રગ જિલ્લામાં અડધો ઇંચ થી લઇને બે ઇંચ સુધીનો વરસાદ પડતા
ખેડૂતો ખુશ થઇ ઉઠયા હતા.

સુરત જિલ્લામાં
ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી બપોર સુધી આકાશ એકદમ સ્વચ્છ રહેવાની સાથે તાપ
પડયો હતો. બપોર પછી હવામાન બદલાયુ હતુ અને ચારેબાજુ આકાશમાં વાદળો ઘેરાવાની સાથે વરસાદ
શરૃ થયો હતો. આ વરસાદ સુરત શહેર સહિત સમ્રગ સુરત જિલ્લામાં વરસતા કામરેજમાં ૨ ઇંચ
, ઓલપાડ, માંગરોલ અને ચોર્યાસીમાં ૧.૫ ઇંચ વરસાદ, બારડોલી અને
ઉમરપાડામાં અડધો ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. જયારે સુરત શહેરમાં સરેરાશ ૧ ઇંચ વરસાદ
નોંધાયો હતો.

સુરત જિલ્લામાં
જે પાછોતરો વરસાદ શરૃ થયો છે તે હાલ તો ખેતીપાક માટે ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે.
ખાસ કરીને ડાંગરના પાક માટે આ વરસાદ આશિર્વાદરૃપ સાબિત થઇ રહ્યો છે.

સુરતમાં બપોર પછી વાદળો
વચ્ચે સતત વરસાદથી હિલ સ્ટેશન જેવું વાતાવરણ

<

p class=”12News”>સુરત શહેરમાં
રવિવારે મેઘરાજા મનમુકીને વરસતા સેન્ટ્રલ
,
વરાછા-એ અને બી, રાંદેર, કતારગામ ઝોનમાં ૧ ઇંચ સહિત સરેરાશ ૧ ઇંચ વરસાદી પાણી પડયું હતુ. જેમાં બપોર
પછી તો ચારેકોર વાદળો ઘેરાવાની સાથે હિલ સ્ટેશન જેવા વાતાવરણ વચ્ચે સતત વરસાદ વરસતા
શહેરીજનોએ રવિવારે સાપુતારામાં હોય તેવો જ આનંદ ઘર બેઠા માણી લીધો હતો. તો કેટલાક પરિવારજનોએ
રવિવારે સાંજે બહાર ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો પણ તે પ્લાન પર મેઘરાજાએ પાણી ફેરવી
દીધુ હતુ. વરસાદી માહોલના પગલે સુરતનું અધિકત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી
, લઘુત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૯૮
ટકા
, હવાનું દબાણ ૦૯૯૯.૩ મિલીબાર અને ઉત્તર -પશ્રિમ દિશામાંથી
કલાકના ૯ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s