સુરત: લિંબાયતમાં રોડ પર પાર્ક કરેલી ટેમ્પા સાથે 108 એમ્બ્યુલન્સ અથડાતા બે કર્મચારીને ઇજા


– મહિલાને પ્રસૂતિની પીડા હોવાના કોલને લીધે 108 જતી વખતે અકસ્માત સર્જાયો હતો

સુરત,તા.12 સપ્ટેમ્બર 2021,રવિવાર

લિંબાયતના નીલગીરી રોડ પર પાક કરેલા ટેમ્પા સાથે કોલમાં જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ ભટકાઇ હતી જેમાં પાયલોટ અને ઈએમટીને ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ગઇકાલે મોડી ગોડાદરા લોકેશનની 108ને ગઇકાલે મોડી રાત્રે કોલ મળ્યો હતો કે ગોડાદરા વિસ્તારમાં મહિલાને પ્રસુતિની પીડા થાય છે જેથી તરત ગોડાદરા લોકેશનની 108ના પાયલોટ રણજીતભાઈ ચૌધરી (ઉં-વ-34) અને ઇએમટી ગોપાલ બલદાણીયા (ઉં-વ-32) સાથે ગોડાદરા વિસ્તારમાં કોલમાં જઈ રહ્યા હતા તે સમયે લિંબાયતમાં નિલગીરી પાસે મહારાણા પ્રતાપ ચોક પાસે એમ ડી માર્ક નજીક રોડ પર પાર્ક કરેલા ટેમ્પા સાથે 108 એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં પાયલોટ અને ઈએમટીને ઇજા ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. જોકે ટેમ્પો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું 108ના ઓફિસરે કહ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s