યુવાનની આંખનો ડોળો જાતે બહાર આવી ગયો, સ્મીમેરમાં કાપકૂપ વગર સર્જરી થઇ

 

– એક લાખમાં જોવા મળતો એક કિસ્સો

– આંખની દ્રષ્ટી ગુમાવવાનો કે મગજની નસ ફાટી જવાની શક્યતા
હતીઃ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિભાગમાં એન્ડોવાસ્ક્યુલર પધ્ધતિથી સર્જરી

        સુરત
:

  સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત  સ્મીમેર હોસ્પિટલ ખાતે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી
વિભાગના ડોકટરોએ લિંબાયતના યુવાનને મગજ અને આંખ તકલીફ કાપકૂપ કરવા વગર
(એન્ડોવાસ્કુલર પદ્ધતિ) સફળ ઓપરેશન કરીને નવજીવન આપ્યું હતું.

 મૂળ મહારાષ્ટ્રના જલગાંવ વતની અને હાલમાં
લિંબાયતમાં મીઠીખાડી પાસે રહેતા
36 વર્ષીય સાદિકભાઈ શાહ ખાનગી સંસ્થામાં ગ્રાફીક ડિઝાઇન તરીકે નોકરી કરે છે.
સાડાત્રણ માસ પહેલા જમણી આંખ વધુ લાલ રહ્યા બાદ લાલાશ વધી ગઇ હતી. અને આંખનો ડોળો
બહાર આવવા લાગ્યો હતો તેમજ માથામાં દુઃખાવો શરૃ થઇ ગયો હતો. ઘણી હોસ્પિટલોમાં
બતાવ્યા બાદ એન્જીયોગ્રાફીમાં જણાયું કે
, મોઢાને લોહી
પહોંચાડતી ધમનીનું આંખ અને મગજની શીરાઓ વચ્ચે અસામાન્ય જોડાણ થઇ ગયું છે.


તકલીફની જાણ થઇ ત્યાં સુધી મગજ અને આંખની શિરાઓ પર બહુ જ દબાણ વધી ગયું હતું. જેથી
જલ્દી સારવાર ન થાય તો તેમની આંખની દ્રષ્ટિ જવાની તેમજ મગજમાં શિરા ફાટી જવાને
લીધે મગજમાં રક્તસ્રાવ થવાની શક્યતા હતી. ઘણી હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ નહોતી
ત્યારે મિત્ર મારફત સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિભાગ
કાર્યરત હોવાની જાણ થઇ હતી. અહી તેમને અઢી મહિના સુધી સારવાર બાદ અઢી કલાક કાપકુપ
વગરની સર્જરી કરીને આંખ
, મગજની તકલીફ દુર કરાઇ હતી.

ડો.પરેશ
પટેલ અને ડો.જીગર આઇયાએ કહ્યું કે
,
આવી સમસ્યામાં 95 થી 99
ટકા કિસ્સામાં માથામાં ભારે ઇજા કે મગજની ધમનીનો ફુગ્ગો ફાટવાનું કારણ હોય છે. સાદિકભાઇને
આ તકલીફ માથામાં ઇજા વગર થઇ છે જે લાખોમાં એકને થાયે છે. માથાની ખોપડી ખોલીને
સર્જરી કરવામાં ખુબ જોખમ રહેલું હોય છે. જેથી જટીલ પણ ઘણું ઓછી જોખમી એવી
એન્ડોવાસ્ક્યુલર પધ્ધતિ (કાપકૂપ વગરની) સર્જરી જાંગના ભાગેથી કરવામાં આવે છે.
ખાનગી હોસ્પિટલમાં તેનો રૃા.૪થી ૫ લાખ ખર્ચ થાય છે પણ સ્મીમેરમાં નજીવા ખર્ચે શક્ય
બન્યું હતું.

 – સ્મીમેરમાં
કાપકૂપ કર્યા વગર મગજથી લઈ પગના અંગૂઠા સુધી ઘણાં ઓપરેશન શકય બન્યા

<

p class=”12News”>ઇન્ટરવેન્શનલ
રેડિયોલોજી વિભાગમાં સોનોગ્રાફી કે સી.ટી સ્કેનની મદદથી બાયોપ્સી
, એસ્પીરેશન, ડ્રેનેજ, શરીરનાં કોઈ પણ ભાગમાંથી નીકળતા લોહીને બંધ
કરવાની એન્જિયોએમ્બોલાઇજેશન પ્રક્રિયા કે પછી કોઈ પણ નળીનાં બ્લોક ખોલવાની (એન્જીયોપ્લાસ્ટી
– સ્ટેન્ટીગ) પ્રક્રિયા
, લિવરનાં કેન્સરનાં લીધે થતાં કમળા માટે
પીટીબીડી તેમજ લિવરનાં ગાંઠ માટેની લોકલાઈઝડ કિમોથેરાપી તેમજ મગજની નળીઓનાં કેટલાક
જટીલ ઓપરેશન કાપકૂપ કર્યા વગર  ખૂબ જ ઓછા જોખમ
સાથે શક્ય બન્યા છે. જેનાથી દર્દીની ઝડપથી રિકવરી શક્ય બને છે. વિભાગના વડા તેમજ પ્રોફેસર
ડા. મોના શાી માર્ગદર્શન હેઠળ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિભાગ દ્વારા દર્દીને કાપકૂપ
(એન્ડોવાસ્કુલર પદ્ધતિ) કર્યા વગર મગજથી લઈ પગના અંગૂઠા સુધી ઘણાં ઓપરેશન થયા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s